________________
સબસે ઊંચી પ્રેમસગાઈ...
૩૮૧ “એવી વિનંતી કહાવી છે કે, તમે એમના પતિને એમની મરણ-પથારીએ હાજર રહેવાની પરવાનગી આપે.”
બુઢા પાદરીએ હતાશાથી મૂંઝાઈને પોતાના બંને હાથ આકાશ તરફ ઊંચા કરી દીધા.
પણ જેસને તરત જ ઉમેર્યું, “એક જ દિવસ માટે – એક જ કલાક માટે. તમે ના પાડતા પહેલાં જરા થોભો અને વિચાર કરો, બાપજી. ભાભી બિચારાં છેક એકલાં છે. તેમણે ગમે તે અપરાધ કર્યા હશે, પણ તે હવે પસ્તાવો કરે છે. તેમને પોતાના પતિને આખરીવાર મળવું છે. તે તમને આજીજી કરે છે કે તમે એટલી પરવાનગી આપે. ભગવાન તમારું ભલું કરે!”
બિચારા પાદરીને અંતરમાં પારાવાર દુ:ખ થયું પણ તેણે જવાબ આપ્યો, “દીકરા, એ વસ્તુ અશક્ય છે. બહાર અમારી ચોકી કરતું એક જહાજ ખડું છે. દિવસમાં બે વખત મારે વાવટા વડે નિશાની કરવાની હોય છે કે કેદી સહીસલામત છે; અને દિવસમાં બે વખત જહાજનો ઘંટ મને જવાબ વાળે છે. માટે એ વાત અશક્ય છે, અશક્ય છે. તારી ભાભી ઇચ્છે છે તેમ કરવાનો એક ઉપાય નથી – એક રસ્તો નથી.”
ઉપાય અને રસ્તો તે હું બતાવી શકું તેમ છું, બાપજી !” જેસને ધીમેથી કહ્યું.
“પણ એને એમ બહાર જવા દેવાની હિંમત મારે કરવી ન જોઈએ; એવી ખોટી હિંમત દાખવવા જઈને મારાથી મારું પદ જોખમમાં મૂકી શકાય નહીં !”
“પણ મારા ભાઈ જરૂર પાછા આવશે; પછી શો વાંધો છે?”
અરે ગયે અઠવાડિયે જ રેકજાવિકથી સંદેશે આવ્યો છે કે, ગમે તે ઘડીએ કેદીને ઠાર કરવાનો હુકમ આવશે – માટે સાબદા રહેજો.. માઇકેલ સન-લૉક પણ એ વાત જાણે છે – સૌ કોઈ જાણે છે.”