________________
પ્રયકાળ
અંધારામાં કોણ કથા ભાગનું હતું તેનું કશું ઠેકાણું રહ્યું ન હતું. બર્ગની ખીણ તરફ ખડકોની એક ઘાટીમાં જૉર્ગન જૉર્ગન્સન રસ્તો ચૂકી અટવાઈ ગયો.
બનવાકાળ, તે જેસન પણ પડતો આથડતો ત્યાં જ આવી પહોંચ્યો. જૉર્ગને એને એ તરફને કોઈ ખેડૂત ધારી, જાવિક તરફને રસ્તો પૂછથી, અને જે તે સાચો રસ્તો બતાવે તે પાંચ ક્રાઉન ઇનામ આપવા જણાવ્યું.
પણ તરત જ બંને જણ એકબીજાને ઓળખી ગયા. જર્મન જૉર્મન્સને તરત જ પિસ્તોલ ઉપર હાથ નાખ્યો. પરંતુ આથિગ વખતે જેસન ઉપર ફોડયા બાદ તેણે તેને ફરી ભરી ન હતી; એટલે તેને નકામી ગણી દૂર ફેંકી દીધી.
જેસનના અંતરમાંથી તરત જ વિજયના આનંદની ટીસ ઊઠી. તે જાણતો હતો કે પોતે એ બુટ્ટા કરતાં ઘણો વધુ બળવાન છે, પરંતુ તેને જમણો હાથ જૉર્ગન જૉર્ગન્સનના પિસ્તોલના બારથી નકામો થઈ ગયો હતો, એટલે બંને જણા સરખા જ બની ગયેલા ગણાય. આવા ન્યાયી વંદયુદ્ધમાં એને ખતમ કરી નાખવાનું મળ્યું તેથી તે હુંકાર કરી ઊઠયો.
પણ બીજી જ ક્ષણે તેના અંતરમાં કશો ખટકો થઈ આવ્યો. તે બે ડગલાં પાછો ખસીને એક બાજુ હાથ લાંબો કરીને બોલ્યો – જા, પેલો રેક જાવિક જવાને રસ્તે છે.”
જર્મન જૉર્ગન્સન હુમલાની જ આશા રાખી રહ્યો હતો. જેસનના બદલાયેલા અવાજ અને વર્તણૂક્યી તે આભો થઈ ગયો. તેના ગળામાં ડચૂરો ભરાઈ આવ્યો : કંઈક બોલવા ઇચ્છવા છતાં તે કશું બેલી શક્યો નહિ.