________________
૩૫૩
સાચી વફાદાર ટાપુ વચ્ચેને દરિયો જામી જઈને નાના હોડકા માટે પણ અગમ્ય બની જતે.
અંધ માઇકલ સન-લૉસે એવા નિર્જન ટાપુ ઉપર પોતાને ન મોકલવા માટે ઘણી વિનંતી કરી, તથા આદમ ફેરબ્રધરે તો રીતસર વિરોધનો પોકાર જ ઉઠાવ્યો. પણ જૉર્ગન જોર્ગન્સને ખંધું હસીને એવો જવાબ વાળ્યો કે, અહીં એક કોટડીમાં ગોંધાઈ રહેવું, તેના કરતાં ત્યાં આખા ટાપુ ઉપર છૂટા ફરવું, એ વધુ સારું ગણાય; એટલે સન-લૉકસને ઝીમ્સી મોકલવો એ તેના હિતમાં છે!
રેકજાવિકના લોકો પણ પોતાના માનીતા નેતા માઇકેલ સનલૉકસને એટલે દૂર ખસેડવાની વાત જાણી બહુ ગુસ્સે થયા; પણ લોકોનો ગુસ્સો કે જુસ્સો દૂરથી તેને વિદાય આપીને જ છેવટે કૃતાર્થ થયો.
માત્ર ઝીબા અને બુદ્દો આદમ હજુ પણ માઇકેલ સન-લૉકસને મદદ શી રીતે પહોંચાડવી તે અંગે પોતપોતાની સ્વતંત્ર યોજનાઓ ઘડવા લાગ્યાં.
માઈકેલ સન-લૉકસને ગ્રીસી ટાપુ ઉપર ખસેડ્યા બાદ, પ્રથમ તો તે ટાપુ ઉપરના એકમાત્ર તવંગર કહી શકાય તેવા જોન્સન નામના એક લેભી કંજૂસને સમજાવવામાં આવ્યો કે, તે માઇકેલને આખી જિંદગી સુધીના ગિરમીટિયા* તરીકે રાખી લે. પણ સન-લૉકસનું આંધળાપણું તથા શરીરનું દૂબળાપણું જોઈ, પેલાએ તેને મફતેય રાખવાની ના પાડી. જોન્સન સિવાય બીજું કોઈ ત્યાં નોકર કે ગુલામ રાખી શકે તેવું તાલેવંત નહોતું; એટલે પછી સન-લૉસને એ ટાપુના પાદરીને સેપી
• ગિરમીટિયે એટલે “એગ્રીમેન્ટ” – બોન્ડથી બાંધી લીધેલ નોકર. ફીજી દેશમાં એ રીતે હિંદુસ્તાનમાંથી મજૂરે મોકલવામાં આવતા તે 'ગિરમીટિયા.” નામે ઓળખાતા. - સપાટ આ૦ – ૨૩