________________
સાચી વફાદાર
૩૫૧ આ સંકટગ્રસ્ત લોકોને મદદ મોકલવા માટેની ધા યુરોપમાં સર્વત્ર પહોંચી ગઈ હતી; તથા બટાકા, અનાજ અને ભોજનથી ભરેલાં જહાજ આઇસલૅન્ડ તરફ ધસી રહ્યાં હતાં. પરંતુ બરફમાં જ જકડાઈ જવાથી રેક જાવિકથી દૂર દરિયામાં જ તે બધાં અટવાઈ રહ્યાં. એક મહિના બાદ તેઓ જ્યારે કિનારે પહોંચ્યાં, ત્યારે બટાકા ચામડાનાં ડીમચાં જેવા થઈ ગયા હતા અને અનાજ તથા બીજા ખાદ્ય પદાર્થો પથ્થરની શિલાઓ જેવા !
છેવટે ફેબ્રુઆરીના અંત સુધીમાં બધા માણસો ફરી પોતપોતાને ઘેર પાછાં ફરવા લાગ્યાં – ભલે એ સ્થળ ગમે તેવું ઉજજડ વેરાન બની ગયું હોય! વતનની મોહિની એવી ચીજ છે.
આ કારમી કટોકટી દરમ્યાન માઇકેલ સન-લૉકસને ભાગ્યે કોઈ યાદ કરતું હોય. જોર્ગન જૉગન્સનને તે વખતે પોતાના હરીફને ખતમ કરવાની સારી તક હતી, પરંતુ ડેન્માર્કની રાજસત્તાની એને ખાસી બીક હતી; – કદાચ તે લોકો માઈકેલ સન-લૉકસની બાબતમાં આગળ કંઈ પગલું ભરવા ન માગતા હોય તો? ઉપરાંત તેને પોતાને પણ હવે લોકો ઉપરનો કાબૂ ગુમાવી બેઠેલા માઇકલ સન-લૉસને મસળી નાખવામાં કંઈ પ્રયોજન દેખાતું ન હતું – એ તુચ્છ મગતરું હવે તેને શું કરી શકે તેમ હતું?
પણ એ બંને બાબતોમાં તે ભૂલ કરતો હતો : માઇકલ સનલૉકસ જેવો નિષ્ફળ નીવડેલો બંડખાર આવે કે મરે તે બાબત કંપનહેગનવાળા“ને જરાય પડી ન હતી; અને જવાળામુખીની બરબાદી ભુલાતી ગઈ તેમ તેમ પોતાને ખાતર દુ:ખ વેઠનાર માઈકલ સનલૉક લોકોને વધુ યાદ આવવા લાગ્યો હતો.
અત્યાર સુધી માઈકેલ સન-લૉકસ રેપૂજાવિકની જેલની કેટડીમાં પડી રહ્યો હતો. માત્ર એક પુરુષ – આદમ ફેરબ્રધર – તેને માટે
* કૉપનહેગન એટલે ડેન્માર્કની રાજધાની. અર્થાત ડેમાર્કના રાજસત્તા. - સ૫૦