Book Title: Aatmbalidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Vishva Sahitya Academy

Previous | Next

Page 353
________________ આત્મબલિદાન ૨ જૉર્ગન જૉર્ગન્સનના અંતરમાં માઇકેલ સન-લૉક્સ પ્રત્યે ઘણું ભેગું થયું હતું. પ્રથમ તેણે પેાતાના સ્વાર્થ સાધવા માટે જ તેને આથિંગના સભ્ય બનાવરાવ્યો હતો, પણ માઇકેલ સન-લૉક્સે પછીથી એના કહ્યા મુજબ વર્તવાની ના પાડી હતી. ઊલટું ક્રાંતિના આગેવાન બની સન-લૉક્સે તેને ગાદીએથી જ ઉઠાડી મૂકયો અને પોતે તેની ગાદીએ ચડી બેઠો હતો. એટલે જૉર્ગન જૉર્ગન્સન જ્યારે ફરીથી ગવર્નરજનરલપદે આવ્યા, ત્યારે તેણે માઇકેલ સન-લૉક્સને ગંધકની ખાણામાં રિબાવા જ મેકલી આપ્યા, અને ત્યાંથી જીવતો પાછા ન આવે એવી પેરવી કરી. ૩૧૮ એટલામાં આદમ ફૅરબ્રધરે રૅાવિક આવીને તેની આગળ ફરિયાદ કરી કે, માઇકેલ સન-લૉક્સ મૅન-ટાપુના વતની હોઈ, અંગ્રેજ પ્રજાજન છે; માટે તેના કેસ ન્યાયાધીશ અને જૂરી મારફત ચાલવા જોઈએ, અને પછી તેને સજા થવી જોઈએ. અમારે અહીં જૂરીને રિવાજ નથી; અને તે અંગ્રેજ પ્રજાજન હાય કે નહિ, તેણે ડેન્માર્કના રાજા સામે ફિતૂર કર્યું હોઈ, તેને ડેન્માર્કના કાયદા જ લાગુ પડશે.” જૉર્ગન જૉર્ગન્સને જવાબ આપી દીધા. "" “તો ડેન્માર્કના કાયદાઓ અનુસાર તેને સજા થઈ શકે; કોઈ જાલીમ ગવર્નર-જનરલ મનસ્વીપણે તેને સજા ન કરી શકે.” આદમ પણ તડૂકો. .. • તમારી જીભ ઠેકાણે રાખા, મહેરબાન; જનરલનું મનસ્વીપણું કેટલી હદે જઈ શકે છે જશે.” જૉર્ગન જૉર્ગન્સને તુમાખી દાખવી. હું તમારી ધમકીઓથી ડરી જવાના નથી; હું તમારા માલિક – ડેન્માર્કના રાજા પાસે તમારી સામે ફરિયાદ લઈ જઈશ.” આદમે મક્કમતાથી જવાબ વાળ્યો. નહીં તો ગવર્નરતેની ખબર પડી

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434