________________
આત્મબલિદાન ઘોષણા કરી હતી. પણ હવે તો તમારા જાનની અને તમારા છુટકારાની તમને પડી હોય, તો દૂર ખસી જાઓ! ગાર્ડોને આગળ આવવા દો! નહિ તો તમે સૌના જાન અને આઝાદી ખતરામાં છે, એ સમજી રાખજો.”
ન્યાયાધીશ હવે સામું ત્રાડી ઊઠ્યો, “ભો! થોભો!”
જૉર્ગન જૉર્ગન્સન ન્યાયાધીશને સંબોધીને બરાડી ઊઠ્યો, આ બંને જણા નાસી છૂટેલા કેદીઓ છે, એ યાદ રાખજે.”
પણ આ કાનૂન-પર્વત છે, અને અહીં આથિગ છે, એ તમે પણ યાદ રાખજો. તેઓ કેદી હોય કે નહિ, પણ આઇસલેન્ડના પ્રાચીન કાયદા અનુસાર તેઓને જે કંઈ કહેવું હોય તે કહેવાની અહીં છૂટ છે. ન્યાયાધીશે મક્કમતાથી જવાબ આપ્યો.
જૉર્ગન જૉર્મન્સન તુચ્છકારપૂર્વક બોલ્યો, “તમારા આઇસલૅન્ડના કાયદાની મારે શી પંચાત ?” પછી તેણે લોકોના ટોળા તરફ વળીને કહ્યું, “ડેન્માર્કના રાજાના નામથી હું તમને ફરમાવું છે કે, આ બે જણની ધરપકડ કરો !”
અને રાજાના રાજાના નામથી હું ફરમાવું છું કે, તેમના ઉપર કોઈએ હાથ નાખવાને નથી.” ન્યાયાધીશે બૂમ પાડી. પછી તેણે જેસન તરફ ફરીને પૂછયું, “માઇકેલ સન-લૉકસને તું અહીં શા માટે લાવ્યો છે, તે બોલી નાખ.”
પણ જેસન કંઈક જવાબ આપે તે પહેલાં જૉર્ગન જૉર્ગન્સન પાછો બોલી ઊઠ્યો, “મારા સંરક્ષકો રેકજાવિકમાં છે, અહીં હું એકલો જ છું. તમે બધા જ રાજદ્રોહીએ છો. તમારામાં કઈ મારા દેશના દુશ્મનની ધરપકડ કરવા આગળ નહીં આવે, તે હું પોતે એની ધરપકડ કરીશ.” એમ કહી તેણે પોતાને જન્મે ખુલ્લો કરી, અંદરના કમર-પટ્ટામાંથી એક પિસ્તોલ કાઢી અને તેને ઘોડે ચડાવ્યો.
સૌનો શ્વાસ થંભી ગયો. માત્ર ગ્રીબાએ તરત જ માઇકેલ સન-લૉકસના અમળાતા શરીર ઉપર ઊબડી પડીને આડ કરી દીધી.