________________
૩૪૪
આત્મઅલિદાન અને અમાનુષી જાલમપણું જે એનું કારણ છે. (લોકમાં વિરોધને હુંકાર). એ માણસને ગુને કે અપરાધ શો હશે, તે તો હું જાણતો નથી – અને તે જાણવાની મને પરવા પણ નથી. ભલે તે મારા જેવો નાચીઝ હોય, મોટો ગુનેગાર હોય કે નરાધમ હોય – પણ કોઈ પણ ગુના બદલ આવી નરકને અને મોતને ટપી જાય તેવી સજા ન હોઈ શકે. (નહિ', “નહિ' એવા સેંકડો પોકાર.) તો સાંભળો ! ”
પણ તે જ ઘડીએ અચાનક ભૂમિના પેટાળમાંથી કારમે કડાકો અને ગડગડાટ અચાનક ફાટી નીકળ્યો; અને ભલભલાની છાતી કંપી ઊઠી. જેસને એને જ અનુલક્ષીને કહેવા માંડયું, “જુઓ સાંભળો, આ કડાકો ટાપુના પર્વત ઊપસી આવ્યા અને તેની બધી જમીન ઊકળતા લાવાથી ઢંકાઈ ગઈ હતી તે વખતના જેવો કડાકો છે! ભગવાન તમને સૌને તમારાં કૃત્યો – અપકૃત્યોને બદલે આપવા તૈયાર થયા હોય એમ લાગે છે. પણ ભાઈઓ યાદ રાખો કે, “બદલો આપવાનું – પાપની સજા કરવાનું કામ ભગવાનનું છે; માણસનું કામ તો મદદ કરવાનું જ છે !' મને આને ઉપાડી તમે સૌ વચ્ચે થઈને પસાર થવા દો, એટલે તે આઝાદ બને.”
આટલું બેલી તેણે ગ્રીબાના ખોળામાંથી માઇકેલ સન-લૉકસને પોતાના હાથમાં ઊંચકી લીધે, અને પછી સૌ લોકોને હાકલ કરીને કહ્યું, “ચાલો, જગા આપો – મને પસાર થવા દો!”
તરત જ ન્યાયાધીશ અને બિશપે અળગા ખસી જઈ, તેને રસ્તો આપ્યો. ત્યાર પછી તો જેસન સન-લૉકસ સાથે લોકોના ટોળાએ આપેલા માર્ગમાં થઈને બહાર નીકળી ગયો.
ચારે તરફથી હજારો અવાજ એકીસાથે પ્રગટયા – “છૂટા ! નિર્દોષ ! આ બંને જણ આજથી નિર્દોષ અને આઝાદ બને છે!”