________________
પ્રલયકાળ
પણ એટલાથી કશું પત્યું ન હતું !
હર્ષનાદ કરતા ટોળાએ આપેલા રસ્તામાં થઈને સન-લોકસને તેડી જેસન બહાર નીકળ્યો તો ખરો; તયા ગ્રીબાએ બેહોશ માઇકલ સન-લૉસને પોતાના ખોળામાં લઈ લીધો અને તેને ભાનમાં લાવવાના તરત સૂઝે એવા પ્રયાસો કરવા પણ માંડયા. પરંતુ જૉર્ગન જૉર્ગન્સન એટલાથી નમતું જોખે તેમ નહોતો. તેણે તરત આથિગના સભ્યો તરફ અને પાસે ઊભેલા ટોળા સામે જોઈને ત્રાડ નાખી, “તમારા હજાર વર્ષ જરીપુરાણા, જંગલી કાયદાઓને અમલ કરીને શું રાજી થાઓ છો? જેસન અને માઇકેલ સન-લોકસ વચ્ચે કેવો મોટો તફાવત છે, એ તમે બેવકૂફ કેમ ભૂલી જાઓ છો? જેસન આઇસલેન્ડ દેશનો કેદી છે તથા તમારા જ દેશનો અઠંગ ગુંડો છે, એટલે તમે ભલે તેને તમારા જંગલી કાયદા અનુસાર નિર્દોષ જાહેર કરો અને છૂટો મૂકો. ભગવાન તમારું ભલું કરે ! – પણ માઇકેલ સન-લૉકસ તો ડેન્માર્કનો કેદી છે; કારણ કે, તેણે ડેન્માર્કના રાજા સામે રાજદ્રોહ કરી તેમની સત્તા ઉથલાવી નાખવા પ્રયત્ન કર્યો હતો. એટલે તેને તમારા જંગલી કાયદા અનુસાર મુકત કે નિર્દોષ જાહેર કરી શકાય નહિ. ડેન્માર્કના રાજાજી જ તેને માફી બક્ષી શકે, એટલે હજુ તે ગુનેગાર અને કેદી જ છે!”
એ અરસામાં માઇકેલ સન-લૉસ ગ્રીબાની મમતાભરી માવજતથી ભાનમાં આવી ગયો હતો. જોર્ગન જોર્ગન્સન વાઘની પેઠે તેના તરફ
૩૪૫