________________
૩૪૩
કાનૂન-પર્વત જૅસન હવે ટટાર થઈને જૉર્ગન સામું જોઈને બોલી ઊઠયો, “બુઢ્ઢા, જો તું આ માણસના વાળને પણ અડકવા જશે તેની સાથે હું તને ચીરી નાખીને તારાં બે ફડચાડિયો કરી નાખીશ.”
ટોળામાંના એક માણસે આગળ ધસી આવી, જેસનને પડખે ઊભા રહી, તેને પોતાની બંદૂક આપવા માંડી. પણ જેસને તેને બાજુએ ધકેલી મૂક્યો.
ન્યાયાધીશ હવે જેસનને ફરીથી પૂછયું, “તું માઈકેલ સનલૉકસને અહીં શા માટે લાવ્યો છે?”
જેસન હવે થોડો વખત ચૂપ ઊભો રહ્યો; જાણે મન સાથે અમુક ઝઘડો પતવતો હોય તેમ. પછી તે બોલ્યો, “હું પણ આઇસલૅન્ડર છું; અને આ કાનૂન-પર્વતનું હજારો વર્ષથી ચાલ્યું આવતું મહાતમ બરાબર જાણું છું – કે કોઈને અન્યાય થયો હોય કે કોઈ ઉપર જુલમ થયો હોય, તો તે ગમે તેમ કરીને અહીં આવી પહોંચે – ભલે પછી તે હલકટમાં હલકટ ગુલામ હોય – તોપણ અહીં તે તમો સૌની વચ્ચે મનુષ્ય તરીકેનું સમાન પદ પામે છે. અરે, તે વેરાન વગડામાં છુપાઈ રહેતો બહારવટિયો હોય, છતાં તે જો આ કાનૂનપર્વત ઉપર પગ મૂકે, અને તેને પાછો બહાર ચાલ્યો જવા દેવામાં આવે, તો તે હંમેશ માટે નિર્દોષ અને મુકત બની જાય છે. બોલો, એ વાત સાચી છે કે નહિ?”
હજાર હજાર કંઠેથી અવાજ નીકળ્યો, “સાચી વાત છે; તદ્દન સાચી વાત છે.”
તો આઇસલેન્ડના ન્યાયાધીશો અને દેશબંધુઓ, હું આને શા માટે અહીં લાવ્યો છું તે તમે સાંભળો ! આ માણસને જમણો
જો જુઓ – તેમાં એક ખીલો ઠોકી દેવામાં આવ્યો હતો (લોકોમાં ઘેરો ગણગણાટ.); તથા તેની આ આંખો સામું જુઓ – તે તદ્દન આંધળી થઈ ગઈ છે. શાથી? નરકમાં પણ ન સંભવે તેવી બર્બરિયાત