________________
કાનૂન-પુ ત “મારું કહેવું એમ છે કે, તમે ત્રણ દિવસ બેઠક મુલતવી રાખો, જેથી પેલા રાજદ્રોહીની શોધ
૩૩૫
66
સુધી આલ્ડિંગની થઈ શકે.”
‘નામદાર, આ આથિંગ હજાર હજાર વર્ષોથી દર ત્રણ વરસે મળતી આવી છે; પણ તેની ચાલુ બેઠકને આમ કદી સ્થગિત કરવામાં આવી નથી.”
66
‘કદી નથી કરવામાં આવી તેથી શું થયું? આજે તમારે તેને સ્થગિત કરવી જ પડશે. બાલા, તમે તેમ કરવા માગેા છે કે નહિ ?' ગવર્નર-જનરલ તડૂકયો.
“અમે આપ નામદાર પ્રત્યેની ફરજો અદા કરવા જેમ આતુર છીએ, તેમ આપ નામદાર પણ અમારા પ્રત્યેની ફરજો અદા કરવી જોઈએ.”
66
‘પણ એ માણસ રાજદ્રોહી છે; તેને પકડવામાં મદદ કરવી એ તમા સૌની ફરજ છે. બાલા, તમે તે ફરજ અદા કરવા માગેા છે! કે નહિ ?”
“પણ આજનો દિવસ પ્રાચીન પરંપરા અને રિવાજ મુજબ અમારો પેાતાને છે; એટલે આજે આપે જ અળગા રહેવું જોઈએ.’
“હું અહીં ડેન્માર્કના રાજાના પ્રતિનિધિ છું; અને હું આ બેઠકને ડેન્માર્કના રાજાના નામથી સ્થગિત કરવા ફરમાવું છું. તમે સ્થગિત કરા છે કે નહિ ? ''
“પણ અમે અહીં આઇસલૅન્ડની પ્રજાના પ્રતિનિધિ તરીકે આવ્યા છીએ, અને અમે આપને વચ્ચેથી દૂર હટી જવા અને અમારું કામકાજ દખલ વિના ચાલવા દેવા ફરમાવીએ છીએ.”
“તમે સૌ ડેન્માર્કના રાજાના પ્રજાજના છેા; અને હું તેમને નામે આ બેઠક સ્થગિત કરવા ફરમાવું છું.” જૉર્ગન જૉર્ગન્સનના ગુસ્સાના હવે પાર ન રહ્યો.