________________
કાનૂનપત રાખવા ખાતર જ મેડું કરે છે, એમ સી કહેવા લાગ્યા. અને છેવટે સૌ એ પોકાર કરવા લાગ્યા કે, ગવર્નર-જનરલ મોડું કરે તે માટે આથિગનો સમય વીતી જવા દેવાય નહિ. છેવટે તરફના વ્યાપક દબાણથી પ્રેરાઈ આથિગના ૩૬ સભ્યોનું સરઘસ કાનૂન-પર્વતે જવા ઊપડ્યું જ.
સૌથી પ્રથમ વડા ન્યાયાધીશ ન્યાયની તરવાર હાથમાં લઈને ચાલવા લાગ્યા. તેમની પાછળ તેમના મેજિસ્ટ્રેટો અને બાકીના આથિગ-સભ્યો ચાલ્યા. તેઓ પગથિયાં ચડી કાનુન-પર્વત ઉપર પહોંચ્યા તે જ વખતે બીજી બાજુનાં પગથિયાંએથી બિશપ જોન અને તેમના ધર્માચાર્યોનું સરઘસ એ પ્રમાણે જ ત્યાં આવી પહોંચ્યું.
વચ્ચે ન્યાયાધીશ ઊભા રહ્યા; અને તેમને જમણે હાથે બિશપ ઊભા રહ્યા. ડાબે હાથે ગવર્નર-જનરલની જગા ખાલી રહી.
બિશપ જૉને પ્રાર્થના શરૂ કરી. એ પ્રાર્થનામાં ભગવાનના ખોફથી ડરીને ન્યાય તોળવાની તથા ક્ષમાભાવ દાખવવાની વાત મુખ્ય હતી.
ન્યાયાધીશે પછી તરવાર ઊંચકીને માણસ માણસ વચ્ચે સમાનતાથી ન્યાય તોળવાના સોગંદ લીધા.
ત્યાર બાદ તેણે નવા કાયદાઓ એક પછી એક કલમ અનુસાર વાંચવા માંડયા – પ્રથમ આઇસલેન્ડની ભાષામાં અને પછી ડેનિશ ભાષામાં.
એ વાચન ચાલતું હતું તેવામાં ગવર્નર-જનરલ આવી પહોંચ્યો. ન્યાયાધીશે તેને નમન કરવા થોભ્યા વિના પિતાનું વાચન ચાલુ રાખ્યું. બિશપે પણ તેના તરફ નજર ન કરી; અને સભ્યો પણ જેમ બેઠેલા હતા તેમજ બેસી રહી કાયદાઓનું વાચન સાંભળવા લાગ્યા.
જૉર્ગન જોન્સને તરત ત્રાડ નાખીને ન્યાયાધીશને કહ્યું, “થોભે, મારે કંઈક વાત કરવાની છે.”
. “નામદાર, યોગ્ય વખતે અને યોગ્ય સ્થળે એ વાત આપ કરી શકો છો; અહીં અત્યારે નહિ.”