________________
૩૨૬
આત્મા-બલિદાન ગાડએ કહેલી વાત સાંભળતાં જ કેપ્ટન બોલી ઊઠયો, “મને વહેમ હતો જ કે આ બાઈને એ કેદી સાથે કશેક સંબંધ છે, અને તે એને ભગાડવા માટે જ આ તરફ આવી છે.”
પછી તેણે ગ્રીબાને કઠોર અવાજે પૂછ્યું, “સાચું બેલી દે, તું આ સ્થળે શહેર છોડીને શા માટે આવી હતી?”
“મારા પતિની નજીક રહેવાનું મળે તે માટે.” ગ્રીબાએ સાચો જવાબ જ આપી દીધો.
“બીજો કશો જ ગુપ્ત હેતું ન હોં?” “બીજો કશે જ નહિ.” “તો આ બીજો માણસ કોણ છે?” કેપ્ટને પૂછયું. “બીજે માણસ વળી કોણ?” ગ્રીબાએ નવાઈ પામીને પૂછ્યું.
ગાર્ડોએ તેને જણાવ્યું કે, તેનો પતિ અહીં નથી – તેની સાથેનો બીજો એક કેદી તેને લઈને ભાગી છુટયો છે.
“હું? ભાગી છૂટયો છે?” ગ્રીબા મૂંઝવણમાં પડી જઈને બોલી, “ તો તેમને કશેક કાર અકસ્માત નડ્યો છે એ વાત સાચી નથી? ભગવાનની કપા!” એમ બોલતી ગ્રીબા પિતાના બાળકને છાતી સાથે દબાવી ચુંબન કરવા લાગી.
“અમને જોકે અકસ્માતની કે છુટકારાની કશી પાકી ખબર નથી. પણ એ બીજો માણસ કેણ છે તે તું અમને કહી દે, તો અમને એ બધું નક્કી કરવામાં મદદ થશે. એ બીજો કેદી બી-૨૫ નંબરનો હતો અને તેનું નામ જેસન હતું.”
જૈસન?” ગ્રીબા ફાટી ગયેલી આંખે ત્રાડી ઊઠી. હા; તે કોણ છે?” કેપ્ટને પૂછયું.
ગ્રીબા થોડી વાર શૂનમૂન થઈ ગઈ હોય તેમ ચૂપ રહી, અને પછી બેલી, “તેમના પિતાના ભાઈ છે.”
એ બે જણનો વ્યવહાર જોઈને એટલું તો અમે કલ્પી જ શક્યા હોત.” કૅપ્ટન ગણગણ્યો.