________________
કાનૂન-પત
૩૨૫
જે તેના પ્રિય પતિના કાયમના સંભારણા જેવા હતા, તેને જોઈ જોઈ તે પેાતાની ઘણી ઘણી માનસિક યાતના ભૂલી શકતી હતી.
અલબત્ત, તેનો તે પુત્ર આસપાસના લોકોમાં તેને માટે શરમરૂપ બની ગયો હતો; પણ ગ્રીબા પેાતાના મનમાં જાણતી હતી કે લેાકોની એ વાત સાચી નથી – તે પુત્ર વિધિસરના લગ્નથી તેને પ્રાપ્ત થયો હતો. ગ્રીબા એક વખત પાતાને મોઢેથી પુત્રના પિતાનું નામ બાલે કે તરત તેની એ બદનામી દૂર થઈ જાય ! પણ અત્યારે પેાતાની યોજના પાર પાડવામાં એ નામ જાહેર કરી દેવું તેને સલાહભર્યું લાગતું ન હાવાથી તે ચૂપ જ રહી.
ગ્રીબા પેલા કેદી-પાદરીને તેના આગવા ઝૂંપડામાં અવારનવાર મળવા જતી, અને પોતાના પતિ ‘એ-૨૫ ’ની ખબરો જાણી લાવતી. તે ભલે પાદરી પણ ‘એ-૨૫' નંબરનો કેદી માઇકેલ સનલૉક્સ છે એવું તો હરિગજ જાણતો ન હતો. પણ તે કેદી એ બાઈનો પતિ છે એટલું જરૂર જાણતો હતો. જોકે, ગ્રીબાના કહેવાથી તે પણ એ વસ્તુ ગુપ્ત રાખી રહ્યો હતો.
66
શિયાળા વીતી ગયો અને ઉનાળેા આવ્યો. એક દિવસ પેલા કેદી-પાદરી જે ખેતર ઉપર ગ્રીબા રહેતી હતી ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો, * મને માફ કરજે - પણ મારે આજે તને ખરાબ સમાચાર કહેવાના છે : ‘એ-૨૫' નંબરના કેદીને કારમા અકસ્માત ગંધકની ખાણમાં કામ કરતાં નડયો છે.’
-
"
ગ્રીબા તરત જ પેાતાના બાળકને કેડમાં લઈને ખાણ તરફ દોડી અને ભાનભૂલી થઈને પાતાની ગુપ્ત વાત' પ્રગટ કરી દેતી પૂછવા લાગી ~~ “ એ-૨૫ નંબરનો કેદી કયાં છે? મને એને જોવા દો ~ એ મારા પતિ થાય છે. ’
""
તારો પતિ થાય છે!'' એમ બોલતા ગાર્ડે તરત જ એને કૅપ્ટન સમક્ષ ખેંચી ગયા.
64