________________
મિતના ઓછાયાવાળી કારમી ખાડ
. આસન અને માઇકેલ સન-લૉકસને એક બીજા સાથે બાંધેલી હાલતમાં જ કામે હાંકી જવામાં આવ્યા. આજથી માંડીને જીવનની દરેક ક્ષણે તેમણે સાથેના એક માનવ મડદાનો ભાર પોતાની સાથે ખેંચતા જવાનો હતો. જેસન તો શરમનો માર્યો જમીન તરફ જ આંખ નમાવી રહ્યો, તથા તેને આખા શરીરે થઈને એક પ્રકારનો કંપ પસાર થઈ ગયો. ત્યારે બીજી બાજુ માઇકેલ સન-લૉકસ ગુસ્સાની આગથી સળગી ઊઠ્યો. તેનાથી આ હીણપતભરી સજા સહન જ થઈ શકે તેમ નહોતું. શરૂઆતમાં તો કેવળ ધૃણાથી તેણે પોતાનું મોં બાજુએ ફેરવી લીધું : પિતાને આવી હીણપતમાં નાખનાર પિતાના સાથીનું મો પણ તેને એવું ન હતું.
જૅસનનું દિલ હવે એમ ડંખવા લાગ્યું કે, પોતાના અવિચારી કૃત્યથી આ સજા તેણે પિતાની અને પોતાના સાથી ઉપર તરી છે. પણ છેવટે એની એ શરમિંદગીને કારણે જ માઇકેલ સન-લૉકસમાં તેના પ્રત્યે કંઈક સહાનુભૂતિની લાગણી ઊભી થઈ. જેસન ડી વારે જરા ગળળળો થઈને બોલ્યો, “મારો ઇરાદો તમારી ઉપર આવી આફત નોતરવાનો ન હતો.”
સન-લૉકસે ધૃણાથી પોતાનું માં અવળું ફેરવેલું રાખીને જવાબ આપ્યો, “તમે તે સારા માટે જ કર્યું હતું, એ હું સમજું છું.” પણ તમે એ કારણે મને ધિક્કારો છો, એવું મને લાગે છે."
૩૦૦