________________
સૌ માટેની ઘાટી”
૩૧૯ વેદનાનો માર્યો માઇકેલ સન-લૉકસ ત્રાડી ઊઠયો, “તો પછી તમે મને આમ તરસે મારવા ઉપાડી લાવ્યા, તેના કરતાં ત્યાં જ મરી જવા કેમ ન દીધો?”
જૈસન આ ઠપકાનો શે જવાબ આપે? તે ચૂપ રહ્યો; અને તેના ગાલ ઉપર થઈને આંસુના રેલા રેલાવા લાગ્યા.
પણ વેદના અને ગુસ્સાનું એ વાદળ થોડા વખત બાદ હટી જતાં, સન-લૉકસ પાછો પસ્તાવાના ભાવમાં ગરક થઈ ગયો. તેણે પૂછ્યું, “શે સમય થયો હશે?”
“સાંજ પડવા આવી છે.” “કિશુવિકથી નીકળે આપણને કેટલા કલાક થયા?” “દશ.” “ત્યાંથી કેટલા માઈલ દૂર આપણે આવ્યા હોઇશું?” “વીસ.” “એ આખો રસ્તો મને ખભા ઉપર નાખીને તમે કાપ્યો?” “હા.”
એ સાંભળી, માઇકેલ સન-લૉકસનું હૃદય ભરાઈ આવતાં તે ડૂસકે ડૂલ્સકે રડવા લાગ્યો. થોડી વાર તો તેનાથી એક શબ્દ પણ બેલાય તેમ ન રહ્યું. માત્ર તેણે જેસનનો હાથ ભાવપૂર્વક પોતાના હાથમાં લીધું અને તેને પોતાને હોઠ આગળ વઈ જઈ ચુંબન કર્યું.
જૈસનથી પેલાના ઠપકાના બોલ સહન થઈ શક્યા હતા, પણ તેનો આ ભાવપૂર્ણ વ્યવહાર સહન ન થઈ શકયો. તે પણ ગળગળો થઈ ગયો. તેનામાં હવે બમણી હિંમત આવી. તેણે થોડા શબ્દોમાં માઇકેલ સન-લૉકસને સમજાવી દીધું કે, પોતે હવે શું કરવા માગે છે. અને કાનૂન-પર્વત આગળ ધાર્યા પ્રમાણે બધું જ સમુંસૂતરું પાર પડવું, તો આવતી કાલે તો આપણે બંને મુક્ત માણસ બન્યા હોઈશું.