________________
સ માટેની ઘાટી”
૩૨૧ પણ ભાઈ, હું આંધળો થઈ ગયો છું એ વાત નક્કી છે; મારા જેવા માંદલા, હાથ ભાગેલા, હદય ભાગેલા અને સંકલ્પ ભાગેલા માણસને બચાવવા માટે તમે આટલી જહેમત શા માટે ઉઠાવો છો?”
જરા મારા ખભાનો વધુ ટેકો લો.” જેસને વાત જ બદલી નાખી.
સન-લૉકસ મહાપરાણે થોડો વધુ આગળ ચાલ્યો; પણ પછી તેનાથી બિલકુલ આગળ વધાય તેવું ન રહ્યું ત્યારે તેણે કહ્યું, “મને એકલાને અહીં મૂકીને તમે આગળ ચાલતા થાઓ. હું થોડોક થાક ખાઈને પછી આવી પહોંચીશ.”
એટલે શું, તમને અહીં પાછળ મૂકીને હું આગળ ચાલ્યો જાઉં? એમ કદી બનવાનું નથી. તમે થોડા આડા પડીને આરામ કરી લો. અહીંથી થોડે જ દૂર એક ફાર્મ આવે છે; –મને ચોક્કસ ખબર છે. ત્યાં આપણને દૂધ અને રોટલા મળશે. ત્યાં છાપરા હેઠળ આપણે રાતભર સૂઈ જઈશું, એટલે સવારના પહોરમાં પાછા તાજામાજા થઈ ગયા હોઈશું.”
પણ જેસનના શબ્દો માઇકેલ સન-લૉસને કાને જ પડયા નહીં – તે બેભાન થઈ ગયો હતો.
જસને હવે તેને ફરીથી પિતાને ખભે ઉઠાવી લીધો.
જ
જેસન એને ઉઠાવીને રસ્તા વગરના એ વેરાનમાં ખાડામૈયા, અને ટેકરા ઓળંગતો શી રીતે આગળ ચાલ્યો, એનું વર્ણન કરવું મુકેલ છે.
છેવટે તે એક સરોવર આગળ આવી પહોંચ્યો પણ તેણે જોયું. કે એનું પાણી ઝેરી હતું અને એમાંથી નીકળતી વરાળથી ઉપર ઊડતાં પણી વગેરે મરી મરીને અંદર પડતાં હતાં. આ૦ – ૨૧