________________
૩૧૭
સો માટેની ઘાટી” ત્યાં પડ્યો પડ્યો તે ગાડૅના વાતચીતના અવાજે સાંભળવા પ્રયત્ન કરવા લાગ્યો.
“ના, ના, આપણે ખોટે રસ્તે ચડી ગયા છીએ.” “પણ લીલ ઉપર એનાં પગલાં લેખ્ખાં પડેલાં હતાં !”
પણ પગલાં એક માણસનાં હતાં, અને આપણે તો બે કેદીઓની પાછળ પડ્યા છીએ ને?”
“પણ એક કેદી બીજાને ઊંચકીને નાઠો હતો, એ કેમ ભૂલી જાઓ છો?”
પણ ગમે તેવો રાક્ષસ હોય તેય એક માણસ બીજાને ઊંચકીને આટલા બધા માઈલ સુધી આવા ખડકાળ રસ્તે આવે, એ ન માની શકાય એવી વાત છે.”
જેસન આ બધું સાંભળ્યા કરતો હતો. ગાડે થોડી વારમાં ત્યાંથી દૂર ચાલ્યા ગયા. જૈસને હવે નિરાંતનો દમ લૂંટયો. પણ એટલામાં પાસે જ તેણે કશો અવાજ સાંભળ્યો, અને તે ચોંકી ઊઠ્યો. એક કૂતરો જમીન સુંઘતો સૂંઘતો એ તરફ આવતો હતો અને થોડી વારમાં તો તેની બે ચળકતી આંખે જેસન તરફ તાકીને જોઈ રહી.
બલના અંધકારમાં જૈસનને જોઈ કૂતરો ઘૂરકવા લાગ્યો. જેસન તેને શાંત પાડવા પ્રયત્ન કરવા લાગ્યો; પણ કૂતરો ઊલટો મોટેથી ભસવા લાગ્યો. તરત જેસને તેનું ગળચું પકડી લીધું અને ખૂબ જોરથી દબાવ્યું. કૂતરો સામું જોર કરી તરફડવા લાગ્યો, પણ જેસનના હાથની ચૂડ તેના ગળાની આસપાસ એટલા જોરથી ભિડાઈ હતી કે કુતરાનું કંઈ ચાલ્યું નહિ.
એટલામાં બહારથી સેટીનો અવાજ આવ્યો અને પછી કઈ કૂતરાને નામ દઈને બોલાવવા લાગ્યું – “એરિક! એરિક!” પછી તો સિસોટી ઉપરાછાપરી વાગવા લાગી અને “એરિક', “એરિક' એવો અવાજ પણ આવવા લાગ્યો.