________________
૨૦૪
આત્મ-અલિદાન બપોરના જ્યારે ગાડું ઝોકાંએ ચડ્યા, ત્યારે આ બે જણ ભમરો લૂછી, જરા આરામ કરવા લાગ્યા.
તે વખતે અચાનક જેસનની નજર હૉસ્પિટલના મકાન તરફ ગઈ. તેને તરત ત્યાં નર્સ થઈને આવેલી ભલી બાઈની જે વલે થઈ હતી તે યાદ આવી. જેસન એટલું જાણતો હતો કે તે નર્સ પોતાના આ સાથીની જ પત્ની હતી. જૅસન તેને એની પત્નીની જે બદનામી થઈ છે અને તે જે મુશ્કેલીમાં મુકાઈ છે, એની વાત કરવા જતો હતે એટલામાં માઇકેલ સન-લૉસે તેને પૂછ્યું, “ભાઈ, તમે આ જગતમાં એકલા જ છો, એ બહુ ખુશનસીબીની વાત છે. સ્નેહનાં બંધન હોવાં એ વધુ દુ:ખી થવાનો જ રસ્તો છે!”
સાચી વાત છે.” જેસને ટાપસી પૂરી.
તમે કોઈના ઉપર પ્રેમ કરો કે તરત તમારું આખું હૃદય તેનાથી જ ભરાઈ જાય છે, પણ તમે તેને ગુમાવે, પછી તમારી શી વલે થાય?”
“પણ તમારી બાબતમાં એવું ક્યાં છે? તમારી પત્ની તો જીવે છે, ખરું ને?”
“હા; પણ તે મરી ગઈ હોય તેના કરતાંય તે જીવતી હોવાથી વધુ દુ:ખ થાય, એવું ન બને!”
એટલે કે, તમારા બેની વચ્ચે બીજો કોઈ માણસ આવ્યો અને તમારા પ્રેમપાત્રમાં ભાગ પડાવી ગયો, ખરું?"
હા.”
“તમે તેને મારી જ નાખ્યું હશે, અને તેથી તમને સજા થઈ ખરું?”
ના, હજુ મારી નથી નાખે; પણ ભગવાન એને મારી નજીક કદી ફરકવા ન દે!”
“અત્યારે તે કયાં છે?”