________________
આત્મબલિદાન એ જોઈ ગાડે માઈકલ સન-લૉકસની ઠેકડી ઉડાડવા લાગ્યા કે, “ના કહેતો હતો પણ કામ કેવું થાય છે?'
પાંચમો દિવસ પણ ચોથાના જેવો જ ગયો. આજે ગાર્ડોએ વધુ ક્રૂરતા દાખવીને બંને પાસે આકરું કામ લીધું. ઉપરાંતમાં વધુ ઠેકડીઓ ઉડાવીને એ આકરા કામને તેમણે સારી પેઠે કડવું કરી મૂક્યું.
છઠ્ઠા દિવસે તો માઇકેલ સન-લૉસનો હાથ સૂજીને બેવડા થઈ ગયો, અને તેના શરીરમાં એટલી બધી નબળાઈ આવી ગઈ કે તે ઊભો થવા જતાં જ ગબડી પડ્યો. છતાં ગાર્ડે તેને પરાણે ઊભો રાખી જે સન સાથે બાંધવા લાગ્યા, ત્યારે તે એમના હાથમાં જ બેભાન થઈને ગબડી પડ્યો. તરત જ જસને તેને ગાર્ડોના હાથમાંથી છીનવી લીધો અને બૂમ પાડી કે, જે કોઈ તેને હાથ લગાડવા આવશે, તેનો તે જાન લેશે.
તરત કૅપ્ટનને ખબર મોકલવામાં આવી કે આ બે કેદીઓ ફિરે ચડયા છે. કૅપ્ટને બે વધુ ગાર્ડ તેમની મદદે મોકલ્યા અને હુકમ કર્યો કે એક જણ ફિતૂર કરતો હોય તે બંનેને સજા કરજો.
ગાર્ડો ભેગા મળી નક્કી કરવા લાગ્યા કે, આ લોકોને આકરી સજા કેવી રીતે કરવી? છેવટે તેમણે નક્કી કર્યું કે, ખાણમાં સૌથી વધુ જોખમભરેલું જે કામ છે, તે આજે આ લોકોને આપવું.
વાત એમ બની હતી કે, થોડે વખત થયાં ગંધકની ખાણમાંથી નીકળતી વરાળ ધીમે ધીમે ટાઢી પડતી જતી હતી. કેટલીક જગાએ તો તે નીકળતી જ સદંતર બંધ થઈ ગઈ હતી. એ બહુ ગંભીર નિશાની ગણાય. કારણકે, ગંધકનું સત્વ એ વરાળમાં જ રહેલું કહેવાય, અને ખાણોમાંથી એ વરાળ નીકળતી બંધ થાય એનો અર્થ એ કે ગંધક બનતા બંધ થઈ ગયો છે અને એ ખાણો વધુ વખત જીવતી નહીં રહે. એની સાથે ધરતીમાં અને ધરતી ઉપર બીજા ફેરફારો પણ થવા લાગ્યા હતા : ઉપરથી ફોટો અને ચિરાડો દેખાતી ન હતી એવી