________________
“સ માટેની ઘાટી”
૩૧૩ અને મા વગેરે જોવાનું પાણી મળશે, એમ માની, જેસન ઝડપભેર તે તરફ ધસી ગયો.
એટલામાં જ બંદૂક ફરવાનો પડઘો ઊંચે ટેકરીઓમાં સામસામી અફળાવા લાગ્યો. જેસન સમજી ગયો કે કેદીઓ ભાગ્યા છે એમ સૌને જણાવવા બંદૂક ફોડવામાં આવી છે. અને થોડી જ વારમાં તેણે પિલા સરોવરે પહોંચવા માટે જે મેદાન ઓળંગવું પડે તેમ હતું તેની કિનારીએ કેટલાય ગાર્ડોને ટટવાં ઉપર બેસીને તૈયાર થતા જોયા.
“પાણી પાણી” ફરીથી સન-લોકસનો ધીમે અવાજ આવ્યો. સન બિચારો ડૂમો ભરાયેલા અવાજે તેને શાંત પાડવા લાગ્યો, હમણાં જ પાણી પાઉં છું, શાંતિ રાખો.”
પછી બેભાન માણસનો ભાર ખભે ઊંચકીને, કેટલાય કલાક સુધી તે ટેકરા, મેદાનો અને નિર્જન વગડામાં કેવી રીતે એક આથડયો. એની કથની કહી શકાય તેમ નથી. કારણકે, પરમાત્માની નજર સિવાય બીજા કોઈની આંખ તેને જોતી ન હતી. એક જગાએ તો ઉપર ઊડતા કાગડાઓ જેવી જ કાળી રાખથી છવાયેલું મેદાન તેને પસાર કરવું પડ્યું, તે મેદાનમાં પણ તોફાનોને કારણે ઠેરઠેર ઊભી થયેલી એવા જ રંગની ટેકરીઓ તેને ઓળંગવી પડી. એક જગાએ તો અંગારાથી છવાયેલી લોઢું ગાળવાની ભઠ્ઠી હોય તેવી એક ખાડને કિનારે તે આવીને ઊભો રહ્યો, અને તરત પાછા ફરી ગયો.
દરમ્યાન સન-લૉસની પાણી માટેની કાકલૂદીઓ ચાલુ જ હતી. એ કાકલુદીઓ વધુ વખત સાંભળ્યા કરવી અશક્ય બની જતાં, જેસન આસપાસ ઘૂમતા ગાડૅની બંદૂકનું નિશાન બનવાનું જોખમ ખેડીને પણ સન-લૉકસનો બોજો ઉઠાવીને એક ઊંચી ટેકરી ઉપર ચડ્યો, જેથી આસપાસ ક્યાંય પાણી હોય તો દેખી શકાય અને તે બાજ જઈ
શકાય.