________________
ર૯૮
આત્મ-બલિદાન જેસન આ દરમ્યાન કદી માઇકેલ સનલૉકસને નજરે જોવા પામ્યો ન હતો. જોકે, માઇકલ ઉપર ગુજરતા જુલમની અને તેણે કરેલા સામનાની પુષ્કળ વાતો તેને સાંભળવા મળતી રહેતી હતી.
પણ એક દિવસ – એટલે કે, વાડામાં ફરીથી રહેવા આવ્યા ત્યાર બાદ એક મહિને – ગાર્ડોની વચ્ચે ચાલતે જૈસન ગંધકની જરા દૂર આવેલી ખાણ તરફ જતો હતો, તેવામાં એક ટેકરીની તળેટી આગળ તેણે એક દશ્ય જોયું - જે જોઈ તેના આખા શરીરનું લોહી જાણે થીજી ગયું.
એક માણસના જમણા હાથનો પંજો લાકડાના એક મોટા ડીમચા સાથે ખીલો મારી જડી લેવામાં આવ્યો હતો. ખાન-પાનની વસ્તુઓ તેનાથી થોડે દૂર મૂકી રાખવામાં આવી હતી – જેથી તેનો બીજો હાથ કોશિશ કરે તો તેની નજીક પહોંચવા છતાં તે વસ્તુઓ તેના હાથમાં આવે નહીં. બહુ ખેંચાખેંચ કરવા જાય તો તેનો ખીલે જડેલો હાથ દુ:ખ્યા કરે અને ચિરાયા કરે. પણ એનો ડાબો હાથ પહોંચે તેટલે દૂર એક છરી અવશ્ય મૂકવામાં આવી હતી. એ માણસ એ-૨૫ નંબરનો કેદી હતો.
જેસન એક ક્ષણમાં જ બધું સમજી ગયો. માણસ કલ્પી શકે તેવી ટૂરમાં દૂર સજા એ હતી. એક બાજુ ખીલે જડેલા હાથનું દુ:ખ અને વેદના; બીજી બાજુ લોહી વહી જવાથી તરસ લાગે તો પાણીનું વાસણ પાસે મૂકેલું પણ તેનો હાથ પહોંચે તેટલું નજીક નહિ. ભૂખ-તરસ-અને-વેદનાથી ત્રાસીને એ માણસ છેવટે આપઘાત કરવા ચાહે, તો એક છરી હાથ પહોંચે તેટલી પાસે મૂકી હતી ખરી !
તરત જૅસન એક ઠેકડો મારતોકને ગાડે વચ્ચેથી નીકળીને પેલા કેદી પાસે પહોંચી ગયો. લાગમાં પકડીને ખીલો ઉખાડી નાખે તેમ તેણે પિતાની આંગળીઓ વડે પેલો ખીલો લાકડામાંથી અને પેલાના પંજામાંથી ખેંચી કાઢયો, અને એ કેદીને છૂટો કર્યો.