________________
૨૨૨
આત્મ-બલિદાન ગેરસમજ લાવીને, ગુસ્સે થઈને જ તું ક્યાંક ચાલી ગઈ છે. પછી એક દિવસ તારી યાદ લાવવા માટે કંઈ સંભારણું મળે એ શોધતાં એક પેટીમાંથી તારા ઉપર એ ભલા માણસે લખેલો કાગળ જ અમને
મળ્યો.”
હા, હા, માઇકેલ સન-લૉકસે લખેલો તો,” સ્ટીને ઉમેરણી કરી.
એટલે પછી મેં આ બધાને કહ્યું કે, “ગ્રીબા કયાં છે એ આપણે હવે જાણ્યું, તો આપણે તેમના ભાગનું ખેતર વેચી તેના પૈસા લઈ તેમને પહોંચાડી આવવા જોઈએ. એટલે અમે થોડું નુકસાન વેઠીને પણ કુલ જમીનનો છઠ્ઠો ભાગ વેચી નાખ્યો. જોકે, તમને તો એથી કશું નુકસાન નહિ જાય; કારણકે, આખી જમીનના સાતમા ભાગ જેટલા પૈસા જ તમને તો મળવા જોઈતા હતા.” જેકબે આગળ ચલાવ્યું.
લાવો, પૈસા ક્યાં છે?” ગ્રીબા બેલી.
જેકબે ભારે ઠાઠથી થેલીમાંના પૈસા ગણી આપવા માંડ્યા; અને સાથે સાથે ઉમેર્યું, “અને એ પૈસા અહીં લાવવા જતાં અમને સારી પેઠે ખર્ચ થયું છે.”
“કેટલું ખર્ચ થયું છે?” ગ્રીબાએ પૂછ્યું. “પણ એનું શું છે?” ઉદારપણે હાથ ઘુમાવી જંકળ બેલ્યો.
પણ તમને અહીં આવવામાં જે ખર્ચ થયું, તે તો મારે આપવું જ જોઈએ ને?” ગ્રીબાએ કહ્યું.
અમારે એક પૈસે લેવાનો નથી; બહેનને તેમના ભાગના પૈસા આપવા આવવામાં તેમના ભાઈએ જણ દીઠ ચાલીસ-પચાસ પાઉડ ખર્ચી નાખે, તેની વળી ગણતરી શી?”
“તો તમે તો લો,” એમ કહી ગ્રીબા ઐશરને આપવા ગઈ; અને તે હાથ લાંબો કરી એ પૈસા લેવા જતો જ હતો, એવામાં