________________
માફી
૨૪૩
એ વાત કહીને તે તારી બદનામી ભર અદાલતમાં કરી શકત. પણ એ બહાદુર જુવાને તેમ પણ કર્યું નહિ, પણ જ્યારે હું એ જુવાનને માફી બક્ષવાના હુકમ ઉપર સહી કરવા જતેા હતા, ત્યારે તું જ મારો હાથ શા માટે રોકી રહી હતી? – મારો જાન ખતરામાં હતા તે માટે? -ના; તે અહીં આવે અને તારું પાગળ ઉઘાડું પડી ન જાય તે માટે !’
ગ્રીબા તરત જ ગુસ્સાથી ચમકતી આંખોએ તેની સામે જોતી બોલી ઊઠી, “બધું જૂઠું છે! એ જુવાનને અહીં બોલાવશો, તો એ પેાતે જ એ વાતની ના પાડશે. મને ખાતરી છે, એ બહાદુર માણસ છે. હવે તો હું જ તમને કહું છું, તમે તેને અહીં જ બોલાવી મંગાવા – તે જ આપણા સાચા-જૂઠાનો ન્યાય તોળશે.
22
-
“ના; હું તેને અહીં નહીં જ બોલાવું; તે મારા પ્રેમનો હરીફ છે. ’
66
પણ એટલામાં બારણે ટકોરા પડયો અને સ્પીકરે અંદર દાખલ થઈને પૂછ્યું, · માફ કરજો; પણ આ માફીપત્ર ઉપર તમે અત્યારે સહી કરવા માગેા છો કે હવે આવતી કાલ ઉપર એ વાત મુલતવી રાખીશું ? ”
66
હું એ માફીપત્ર ઉપર સહી કરવાનો જ નથી, માઇકેલ સન-લૉક્સ બોલી ઊઠયો; પણ બીજી ક્ષણે જ તે બાલ્યા, “થાભા, શેભા! એ બિચારાનો શા વાંક છે? તે શા વાંકે દુ:ખ ભાગવે? ''
""
તરત જ તેણે કલમ ઉઠાવી, માફીપત્ર સ્પીકરના હાથમાંથી લઈ, તેના ઉપર ઉતાવળે સહી કરી દીધી; અને કહ્યું : “ એ માણસ તરત જ મુક્ત થાય, એ જોજો.
""
સ્પીકર એક શબ્દ પણ બોલ્યા વિના એ કમરામાંથી ચાલતો
થયા.