________________
માઈકે સનોફનું પતન
૨૫૭ થર્ટને “એ બધું મારી ઉપર છોડી દો' એમ કહીને જે હુંકાર કર્યો હતા, તે આ કારણે જ.
એટલે ઉતારે પહોંચી પિતાના ભાઈઓને હતાશા અને ઉત્સુકતામાં ગોથાં ખાવા પડતા મૂકી, થર્સ્ટન એક્લો ચીપસ્ટેડને પીઠે ચાલ્યો ગયો.
ત્યાં તેને પેલા પરદેશીની ફરી મુલાકાત થઈ.
પીઠામાંથી સાંજના જ્યારે તે ઉતારે પાછો આવ્યો, ત્યારે પોતાના ભાઈઓને તે રાજી થતો કહેવા લાગે – “બધું મારી ઉપર છોડી દો, એમ મેં તમને કહ્યું હતું ને?”
હા, પણ હવે શું કરવાનું છે કે શું થવાનું છે, એ તે કહે.” ચાર ભાઈઓના અવાજો એકીસાથે આવ્યા.
એ હરામજાદાને એની ખુરસીએથી ગબડાવી પાડવાનો છેએ કરવાનું છે કે થવાનું છે!” થર્ટને હુંકાર કરીને જવાબ આપ્યો.
ત્યાર પછી પાંચ જોડી કાનમાં ધીમા અવાજે એટલી માહિતી પીરસી દેવામાં આવી કે, “બંદરમાં એક ડેનિશ જહાજ આવીને લાંગર્યું છે. તેમાં મેટાં પાપ લાદેલાં છે. એ પીપમાં વિચિત્ર “માલ” છુપાવેલો છે. બહારથી તે કહેવાનું કે તેમાં ચરબી ભરેલી છે, અને એ અહીં ખાલી કરી, એ પીપમાં શાર્ક માછલીનું તેલ ભરી જવાનું છે. પીપ ખાલી કરવા અને ભરવા કિનારે તો ઉતારવાં જ પડે. પરંતુ ધક્કાનાં બધાં ગોદામમાં માલ ઠસોઠસ ભરેલું હોવાથી આ પીપ સેનેટ-હાઉસ નીચેના ભોંયરામાં, જ્યાં કાચી જેલ છે, તે કમરામાં ખસેડવાનાં છે. સદભાગ્યે આ@િગની તાકીદની બેઠક કાલે રાતે બોલાવી છે, તેમાં માઇકેલ સન-લોકસ હાજર રહેવાનો છે. એટલે બસ, હવે બધું સમજી જાઓ!”
અને બધા ભાઈઓ બધું “સમજી’ ગયા.
આ૦-૧૭