________________
શકા
૨૫૫ “એમ તું નહિ કરી શકે આપણે પતિ-પત્ની છીએ, અને હવે પતિ-પત્ની તરીકે આપણે સાથે જ રહેવાનું છે.”
“પણ હું અહીં રહેવાની નથી, એ મેં તમને કહી દીધું.”
અને હું તને કહું છું કે, તું મારી પત્ની છે, અને તારે મારી આજ્ઞાનું પાલન કરવાનું છે.”
“માઇકેલ, માઇકેલ, તમે કેમ સમજતા નથી? હું તમારા હિતમાં જ તમને તજીને ચાલી જવા માગું છું – જેથી તમારી જિંદગી નાહક બરબાદ ન થાય. તમે અત્યારે સફળતાની ટોચે પહોંચવા આવ્યા છો, તમારી તે નિસરણી તોડી પાડવા માગતી નથી.”
હવે ઘણું મોડું થઈ ગયું છે, ઝીબા, હવે તે એક કંગાળ – ગરીબ માણસ અને કંગાળ – ગરીબ રમી તરીકે આપણે આપણું જીવન સાથે જ ગુજારવાનું છે.”
પણ આ બધું મારા ભાઈઓએ જે કંઈ કહ્યું – ક – તેને કારણે જ તમે કરવા તૈયાર થયા છો ને? એ ખોટું છે. એ ભૂલ છે.'
ના ઝીબા, મને છેતર્યો છે – તું જઠું બોલી છે, એ વાત ભૂલ નથી જ.”
એ શબ્દો સાંભળતાં જ ગ્રીબાનાં આંસુ ક્યાંય અલોપ થઈ ગયાં. તે ગુસ્સાથી સળગતી આંખે સાથે માઈકેલ સન-લૉસ સામે જોઈ રહી અને પછી બોલી, “તમે એમ કહો છો – કહેવાની હિંમત કરી શકો છો, એમ? તે તે સાંભળો – કદાચ તમે કલ્પો છો તે કરતાં બીજી જ ભુલ ખરેખર મેં કરી છે– તમારે માટે એને મેં છોડી દીધે એ! તે ખરેખર ખાનદાન માણસ છે, અને સાચા દિલનો છે. તે બહાદુર માણસ તમારા જેવો શંકાશીલ નથી. ભગવાન તેના ઉપર દયા લાવે અને તેને તજવાને મારો અપરાધ ક્ષમા કરે!”
માઇકેલ સન-લૉસ હવે પહેલી વાર આકળો થઈ, ગુસ્સાથી ધમધમી જઈને ત્રાડી ઊઠયો, “એ હરામખેર કદી મારી આંખે ન ચડે, તો સારું, નહીં તે એની ખેર નથી.”