________________
ગંધકની ખાણે
આ ખરે જેસન અને માઈકેલ સન-લૉકસ ભેગા થયા - પણ કેદીઓના સંસ્થાનના અંતરાયેલા વાડામાં! બંને જણ એકબીજાને શોધતા એક દેશમાંથી બીજા દેશમાં આવ્યા હતા – એક વેર-ભાવની પાપ-યાત્રાએ અને બીજો દયાભાવની પુણ્યયાત્રાએ. જોકે છેવટના તો તે બંને એકબીજાના ખૂનના પ્યાસા બની ગયા હતા.
પરંતુ, ક્રિશુવિકની ગંધકની ખાણમાં તેઓ ભેગા થયા, ત્યારે એકબીજાને હરગિજ ઓળખતા ન હતા.
જૉર્ગન જૉર્ગન્સને ફરી વાર ગવર્નર-જનરલપદે ગાદીનશીન થયા પછી, માઇકેલ સન-લૉકસે ઊભી કરેલી એક જ ગોઠવણ નાબૂદ કર્યા વિના જેમની તેમ ચાલુ રાખી હતી, – અર્થાત્ સજા પામેલા માણસેનો ગંધકની ખાણોમાં કરાતો ઉપયોગ! અલબત્ત એ ખાણોમાં આઇસલૅન્ડના સંરક્ષકોને બદલે ડેનિશ સંરક્ષકો મૂકી દેવામાં આવ્યા હતા : પણ એટલો ફેરફાર આપણી વાર્તાના અંતને બદલવામાં કારણભૂત નીવડવાનો હતો. કારણકે, આઇસલૅન્ડવાળા જૂના સંરક્ષકો જૈસનને ઓળખતા હતા. એટલે માઇકેલ સન-લૉકસ તે વખતે ગંધકની ખાણોમાં આવ્યો હોત, તો એ સંરક્ષક મારફત જેસન અને માઇકેલ સન-લૉસ એકબીજાને ઓળખ્યા વિના ન રહેત. પણ ડેનિશ સંરક્ષકોને જૈન વિષે કશી જાણકારી નહોતી, અને માઇકેલ સન-લોકસને લઈને ત્યાં આવ્યા બાદ તેઓએ તરત જ આઇસલેન્ડવાળા સંરક્ષકોને પાછા
૨૮૩