________________
ગંધકની ખાણે
૨૮૯ પોતાને કપાળે થોડા વખત પહેલાં રણકતી દાંડી યાદ આવી; અને હવે કયા હતભાગીને એ ઘંટડીવાળું કડું પહેરવાનું થયું છે તે જોવા તેણે એના તરફ નજર કરી.
આપણા જીવનમાં કેટલીક ક્ષણો એવી આવે છે કે જ્યારે આપણું ભાવી એ ક્ષણમાં પોતાનો સમગ્ર પ્રભાવ ઠાલવી દેતું હોય છે. જેસન માટે પણ એવી ક્ષણ આવી હતી. તેણે માઇકેલ સન-લોકસ ઉપર પહેલી જ વાર નજર નાખી. તે તેને જરાય ઓળખતો ન હતો; પણ એના ઉપર નજર પડતાંવેંત તેનું આખું અંતર ધબકી ઊઠયું; અને તે માણસ પ્રત્યે અગમ્ય સહાનુભૂતિ તેમાંથી છલકાઈ રહી. તેણે તરત પિતાના ગાર્ડને કહ્યું, “આ માણસ માંદો છે, તેનું કામ હું કરી દઉં છું – હું ઝટ એ કામ પતાવી દઈશ; – એને હોસ્પિટલમાં મોકલી દો.”
પણ ગાર્ડોએ તો તેને એવું ખોટું ડહાપણ ડહોળવાની મનાઈ કરીને “આગેકૂચ”નો હુકમ આપ્યો અને જેસનને પિતાની ગેંગ સાથે આગળ ચાલ્યા જવું પડયું.
માઇકેલ સન-લૉકસે તે ક્ષણે પોતાનું કામ સહાનુભૂતિપૂર્વક કરી આપવા તૈયાર થનાર પ્રત્યે આંખ ઊંચી કરીને જોવા પ્રયત્ન કર્યો, પણ તે જેસનનું મોં જોઈ શક્યો નહિ. તેને પણ તેના ગાર્ડે હુકમ કર્યો, “ચાલ, કામ ચાલુ કર, ડાકરિયાં ન માર !”
તે આખો દિવસ જેસન માઈકેલ સન-લૉકસનું મોં ભૂલી શક્યો નહીં.
પોતાની પાસે કામ કરનાર કેદીને તેણે પૂછયું, “એ દાંટડી બાંધેલ કેદી કોણ હતો?”
મને શી ખબર?” પેલાએ જવાબ આપ્યો.
આ૦ – ૧૯