________________
ગધની ખાણા
૨૨૭
આ બધું જૅસન રહેતા હતા તે મકાનની બાજુ તરફ જ બન્યું હતું. જૅસન અંદર સાફસૂફીનું કામ કરતા હતા, પણ કથા ધાંધળનો અવાજ અંદર સંભળાતાં તે તેનું કારણ જાણવા બહાર આવ્યો. એક નજર નાખતાં જ બધું સમજી જઈ, તે પગની સાંકળાના અવરોધને અવગણતા, જેટલી ઝડપથી પહોંચાય તેટલો એ ટટવા પાસે પહોંચી ગર્યા. બીજી જ ક્ષણે તેણે પેલા હાંકેડુને ધક્કો મારી ચત્તાપાટ ગબડાવી પાડયો અને પછી પેલા ટટવા નીચે પેાતાના હાથ ઘાલી તેને ઊભું કરવાનો પ્રયત્ન આદર્યો.
બધા કેદીઓ આભા બની જોઈ રહ્યા : એ માણસ ત્રણ ગુણાના ભારથી દબાયેલા ટટવાને ઊંચકીને પગભર કરવા કોશિશ કરતા હતા !
જૅસને પણ ગૂણા ઉતારવા થાભ્યા વિના, પહેલાં પોતાના હાથ ટટવાના ગળા નીચે નાખ્યા, અને તેને તેના આગલા પગ તરફ ઊંચું કર્યું; પછી તેનાં પહેાળાં પડખાં પેાતાના પગ ઉપર ટેકવી તેણે ધીમેથી પણ મક્કમપણે એવો આંચકો માર્યો કે ટટવું ચારે પગે ઊભું થઈ ગયું. તે બિચારાની આંખા ફાટી ગઈ હતી અને તેનાં નસકોરાં શ્વાસથી અને ફીણથી ભરાઈ ગયાં હતાં.
“બાપરે! આ માણસમાં તે સૅમ્સનનું* બળ લાગે છે ! ' બધા કેદીઓ આશ્ચર્યચકિત થઈને બાલી ઊઠયા.
તે જ વખતે એક ગાર્ડ દોડતો ત્યાં આવી પહોંચ્યો. પેલા હાંકેડુનું માથું પડતી વખતે પથ્થર સાથે અફળાયું હાવાથી તે બાજુએ તેને લાહી નીકળ્યું હતું. ગાર્ડે હાંકેડુને તરત પૂછ્યું, “આ શું?”
* ઇઝરાયેલી દંતકથાનેા એક વીર. તે તેના અતુલ ખળ માટે જાણીતા હતા. તેને વરદાન હતું કે તેના વાળ ન કપાય ત્યાં સુધી તે કાઇથી પરાભૂત ન થાય. ડૅલિલાએ તેને માહિત કરીને તેને ફિલિસ્ટાઇન દુશ્મનેાને સાંપી દીધે. પણ તેણે આખુ ફિલિસ્ટાઇન-દેવળ તેાડી પાડીને વેર લીધું – બધા તેની નીચે છૂંદાઈ ગયા – તે પેાતે પણ. –સપા॰