________________
- ગંધકની ખાણે પરંતુ કંટને તો રોગચાળો ફાટી ન નીકળે તેવું બહાનું બનાવી એ પથારીઓ ખેંચી કાઢીને બાળી નાખવાનું કામ બી-૨૫ નંબરના કેદીને જ સોંપ્યું. હવે બી-૨૫ નંબરનો કેદી એટલે જેસન પોતે જ; અને તેને તેના કદાવર શરીરને કારણે જ એ કામ સોંપવામાં આવ્યું હતું, જેથી બીજા કેદીઓ તેનો સામનો કરવાની હિંમત ન કરે.
અને જેસનને પોતાને બંદૂકની અણીએ એ ન-ગમતું કામ કરવા માટે ધકેલવામાં આવ્યો. બધી પથારીઓ ખેંચતો ખેંચતો તે માઇકેલ સન-લૉક સુતો હતો તે સ્થાને આવ્યો. તે વખતે તેને તેની સ્મૃતિમાં સતત ઘૂમ્યા કરતો ચહેરો ફરી જોવા મળ્યો.
“આ પથારી તો સૂકી તથા સારી છે, માટે તેને બાળી નાખવા લઈ જવાની જરૂર નથી.” માઈકેલ સન-લોકસે કહ્યું.
જેસન એ પથારી ઉપાડતાં આનાકાની કરવા લાગ્યો એટલે તરત તેના ગાર્ડે તેને ટપાર્યો, “ચાલ, ઉઠાવ જલદી, બબૂચકની જેમ ઊભો શું રહ્યો છે?”
“પણ આ પથારી સૂકી અને સારી છે; તે ભલે આની પાસે રહે.” જેસને પણ સામી દલીલ કરી.
તરત જ ગાડું બંદૂક ઉગામી અને તેને હુકમ કર્યો, “ઉઠાવે છે કે નહિ?”
“સુધરેલા માણસે તો પોતાના કૂતરાઓને પણ સુવા માટે પરાળ આપે છે.” માઇકેલ સન લૉકસે ગાર્ડને સંભળાવ્યું.
હા, પણ એ તમારા જેવા કૂતરાઓને નહિ.” ગાર્ડ તતડીને જવાબ આપ્યો, અને પછી જેસન સામે વળીને તેને ફરીથી એ પથારી ઉપાડી લેવા હુકમ કર્યો.
જેસનના હાથ તો એ ગાર્ડનું ગળું જ દબાવી દેવા સળવળતા હતા, પણ છેવટે વખત વિચારી તે એ પથારી સમેટીને બહાર નીકળી
ગયો.