Book Title: Aatmbalidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Vishva Sahitya Academy

Previous | Next

Page 294
________________ બુઢા આદમ કૅરબ્રધરની દાસ્તા આદિમ ફેરબ્રધરવાળું જહાજ આઇસલૅન્ડના પશ્ચિમ કિનારા તરફ પહોંચવા માટે ૬૪ અક્ષાંશમાં પહોંચ્યું હતું. પરંતુ ઉત્તર-પશ્ચિમનું ભારે તોફાન નડતાં તે દૂર ૬૬ અક્ષાંશ તરફ ધકેલાઈ ગયું. દરિયો તે સુકાન ઉપરના તૂતક સુધી ઊછળતો હતો; પણ હવે તેને બરફનાં અસાધારણ મોટાં ગચિયાંનો પણ સામનો કરવાનો થયો. પછી પાછા પવન અચાનક શાંત પડી ગયો અને ગાઢ ધુમ્મસ જહાજને ઘેરાઈ વળ્યું. ધુમ્મસ એટલું બધું ગાઢું હતું કે, છેક કૂવાથંભ ઉપરથી પણ એકાદ એકર જેટલું આગળપાછળનો દરિયો નજરે પડી શકે નહિ. એવામાં ગ્રીનલેન્ડના દૂરના કિનારાઓ ઉપરથી છૂટું પડેલું બરફનું ૨૦૦ માઈલ ઊંડું એક ગચિયું આઇસલૅન્ડના કિનારાઓ તરફ ધસતું ધસતું ઘેર અવાજ કરતું પાસે આવવા લાગ્યું. હવે આ લોકોને કિનારાના ખડકો અને બરફના એ પહાડ વચ્ચે છુંદાઈને ચપ્પટ થઈ ગયા સિવાય બીજો આરો જ ન રહ્યો. કારણકે, પવન પડી ગયેલો હોઈ, સઢ તો કામ જ કરતા ન હતા. જહાજ ઉપરના સૌ, મિનિટે મિનિટે નજીક આવી રહેલા મોત માટે તૈયારી કરતા ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા. એટલામાં વળી ઠારી નાખનારો સખત પવન શરૂ થયો. એને લીધે ભીંજાઈ ગયેલા સઢ પણ કરીને લાકડાના પાટિયા જેવા થઈ ગયા અને દોરડાં પણ લોઢા જેવાં કઠણ થઈ ગયાં. એ પવનના તોફાનમાં તેઓ કોઈ અજાણી ૨૬૯

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434