________________
માઈકેલ સન-હૉફિસનું પતન
૨૬૧ લોકોમાં એકદમ તો ગણગણાટ ફેલાઈ ગયો, અને પછી ગંભીર ચુપકીદી.
માઈકેલ સન-લૉસે હવે સમારોપ કરતાં કહ્યું, “સદગૃહસ્થો, આ નિર્ણય કંઈ મેં હળવે હૈયે નથી લી. મારામાં મારી સૂઝબૂઝ વિશે પૂરું અભિમાન હતું, પણ હવે તે દૂર થઈ ગયું છે. અને હું માનું છું કે, ભગવાને મને ન્યાયી સજા જ કરી છે. હું અહીંથી છૂટ થઈશ એટલે તમે મને કદી ફરી જોશો નહિ. હું હવે શૂન્યવતું થઈ જવાનો છું, કારણકે હું મારા જીવનને ધ્રુવતારક જ ગુમાવી બેઠો છું. મને હવે જીવનમાં કશો રસ રહ્યો નથી.”
માઇકેલ સન-લૉકસ આટલું સંબોધન કરીને બેસી ગયો એટલે તરત “સમાનતાવાદી’ પક્ષના આગેવાન ગ્રીસન ઊભો થયો. પ્રેસિડન્ટપદ માટે માઇકેલ સન-લોકસનો તે જ કટ્ટર હરીફ હતો. તેણે કહ્યું કે, “અત્યારે આપણને એકદમ ધડાકો કરીને આશ્ચર્યમાં નાખી દેવામાં આવ્યા છે. આ બધા નાટકીપણા પાછળ કશુંક ગંભીર રહેલું છે, એવી મને તો ભારોભાર શંકા છે. પ્રેસિડન્ટને આજે અત્યારે પોતાની નાલાયકી બાબત એકદમ કેવી રીતે દર્શન થઈ ગયું, તે જાણવાનું સૌને મન થાય છે. ઉપરાંત, પ્રેસિડન્ટે આપણને પ્રથમ એમ કહ્યું કે, તેમણે એ પદ કશું સારું પરિણામ લાવવા કરતાં તેફાન તથા અનિષ્ટ થતું રોકવા માટે જ સ્વીકાર્યું હતું, અને છતાં અત્યારે તે શું કરી રહ્યા છે? – આખા દેશને અરાજક અને અવ્યવસ્થાની ગર્તામાં જ ડુબાવી નથી રહ્યા?”
સમાનતાવાદી પક્ષના નેતા આટલું બાધેભારે બોલીને બેસી ગયો; પરંતુ તે જ પક્ષને તેને અનુયાયી ત્યાર પછી બોલવા ઊભો થયો. તેણે તે વધુ સ્પષ્ટ શબ્દોમાં હુમલો કર્યો – “પ્રેસિડન્ટ સાહેબ બીમાર કે ભેજાગેપ તે નથી જ – ભગવાન તેમને સહીસલામત રાખે – પણ ત્યારે આ બધી ભાંગડ તેમણે શાની માંડી છે? મને પ્રેસિડન્ટની