________________
૨૫૦
આત્મ-બલિદાન - આમ માઇકેલ સન-લૉકસના નામ ઉપર ધ્યાનત વરસાવીને આ ભલા માણસોએ પિતાનો પુણયપ્રકોપ ખાલી કર્યો.
દીકરાઓ,” હવે ખંધા થર્સ્ટને મર્મવાણી ઉચ્ચારી, “ભલે એને પેલી છોકરીની આબરૂ-બેઆબરૂ વિષે પરવા નહીં હોય; પણ એને પિતાની ખુરસીની તો પરવા હશે ને! ત્યાં સુધી શો વાંધે છે?"
એટલે શું? એટલે શું?” ચારે ભાઈઓ એની પાસે કાંઈક યોજના છે, એમ કલ્પી ઉત્સુકતાથી પૂછવા લાગ્યા.
એ બધું મારી ઉપર છોડી દો. આપણે કિનારે ઊતર્યા ત્યારથી મારે કાને કેટલીક વાતો આવી છે.”
ગ્રીબા આખો વખત પોતાના કમરામાં જ લોન્ચ થઈને પડી રહેતી. તેની અંગ્રેજ હજુરિયણ જ હવે માઇકલ સન-લૉકસના કમરામાં શું ચાલે છે તેની ખબરો લઈને અવારનવાર દેડી આવતી. જેમકે, “તેઓ-સાહેબ બહુ વહેલા જાગી ગયા છે; અને ત્યારથી જ કંઈક લખલખ કરે છે... એસ્કરને પહેલાં સેનેટ તરફ મોકલ્યો હતો, પછી
સ્પીકર પાસે અને છેલ્લે બિશપ પાસે. જેલના દરવાનને પણ બોલાવ્યો હતે તે કહી ગયો છે કે, “કેદીને માલિકણ (ઝીબા – પ્રેસિડન્ટની પની) મુરબ્બા, સેરવા વગેરે ખૂબ સારું સારું ખાવાનું મોકલતાં; અને એક વાર જાતે આવીને મળી પણ ગયાં હતાં...' કોણ જાણે લોકોને મૂઆઓને હવામાંથી બધી ખબર પહોંચી જાય છે કે શું?”
અને માલિક-માલિકણ વચ્ચે કંઈક ઝઘડા જેવું ચાલતું હોય ત્યારે તેમનાં હરિયાં દાસ-દાસીને ભારે અગત્ય મળી જાય છે. એટલે જેટલા પ્રમાણમાં માઇકેલ સન-લૉકસ ગમગીન બનને ચાલ્યો, તેટલા પ્રમાણમાં ઓસ્કર ઉલ્લાસમાં આવતો ગયો; અને જેટલા પ્રમાણમાં ગ્રીબા રોતલ બનતી ગઈ, તેટલા પ્રમાણમાં તેની અંગ્રેજ હજારિયાણ સ્કૃતિમાં આવતી ગઈ.