________________
ર૪૭ હા, ગુપ્ત જ રાખીશું વળી,” બીજાઓ પણ બોલ્યા.
એ તો તમારે વિચારવાની વાત છે.” માઈકેલ સન-લૉકસે ટૂંકો ને ટચ જવાબ આપી દીધો.
અને અમારી પાસે એ વાત પૂરી સહીસલામત પણ રહેશે. કારણકે અમે અમારી બહેનની જ બદનામી બહાર શા માટે કહેતા ફરીએ? એ તો બિન-કુદરતી જ ગણાય; અને પાછી તે પ્રેસિડન્ટસાહેબ જેવાની પત્ની છે.”
ના રે ના, આપણી બહેનનું તો ઠીક, પણ પ્રેસિડન્ટ-સાહેબની બદનામી તો ન જ થવી જોઈએ.” બીજા ભાઈઓએ સમર્થન કર્યું.
“છોકરી હોય તે પરણતા પહેલાં કોઈકની સાથે કંઈ લબદામણમાં આવી પણ ગઈ હોય, પરંતુ તેથી એ બાપડીની એ બધી વાત આખી દુનિયામાં ફેલાવવાની શી જરૂર? અને લોકો કહે છે કે, એક ભૂલ તો ભગવાનેય માફ કરે.” જેકબ બોલ્યો.
“ચૂપ રહો; તમે જો આ વાત જ કરવા આવ્યા હો, તો આ મુલાકાત લંબાવવાનું કાંઈ કારણ નથી.” માઈકેલ સન-લોસ તડૂક્યો.
પણ આઇસલેન્ડના પ્રેસિડન્ટ એક ભ્રષ્ટ સ્ત્રીને પરણ્યા છે, એવું જાહેર થાય એ તો ઠીક ન જ ગણાય ને?” જેકબ પિતાને અવાજ બદલીને બોલ્યો; “માટે, ગઈ કાલે મેં તમને આપેલો પેલો કાગળ મને પાછો આપી દો.”
તમારે એ કાગળની ચિંતા કરવાની જરૂર નથી; એ કાગળથી હવે કોઈની કશી બદનામી નહિ થાય –મેં મારે હાથે તેને બાળી નાખ્યો છે.” : “બાળી નાખ્યો? વાહ, એ કાગળ તો બહુ મમતી હતો – હું તો પાંચસો પાઉંડ લઈનેય કોઈને તે કાગળ ને આપું.” જેકબ મોટેથી બોલી ઊઠ્યો.