________________
માફી
૨૩૯ પણ મારી પત્ની એ બિચારા જુવાનિયાને ઓળખે છે, એ હકીકતથી મારા નામને શી રીતે બટ્ટો લાગે, વળી?”
પણ માઈકેલ, તમે આવા સવાલો મને શા માટે પૂછો છો?” ગ્રીબા હવે ગભરાઈને પૂછી બેઠી.
માઇકલ સન-લૉકસે એ પ્રશ્નનો જવાબ આપવાને બદલે ગ્રીબાના મોં તરફ તીણી નજર ફેંકીને કહ્યું, “તારે ને જેસનને કશે જ સંબંધ
ન હતો?”
ફરી ગ્રીબા જવાબ આપતાં ખચકાઈ. તેણે માત્ર એટલું જ કહ્યું, “વાહ, એને ને મારે વળી શું સંબંધ હોય?”
પણ માઇકેલ સન-લૉકસે જરા પણ ધીમા પડયા વિના પૂછયું, “તે મારે એમ માની લેવું કે તારે ને તેને કશી જ લેવાદેવા ન હતી?”
ગ્રીબા હવે માઈકેલ સન-લૉક્સને લાડથી વહાલ કરતી કરતી એટલું જ બોલી, “મારા પતિ સિવાય બીજા કોઈ પુરુષ સાથે મારી કશી જ લેવાદેવા ન હોય !”
“તારે ને તેને કશો જ સંબંધ ન હતો, ખરું?” “ના.” ગ્રીબાએ મક્કમતાથી માથું ઉછાળીને જવાબ વાળ્યો.
પણ તે જ ઘડીએ પેલી અંગ્રેજ હજૂરિયણ ખબર લાવી કે, “છ મોટા જંગી અગ્રેજો અહીં પહેલાં આવ્યા હતા, તેઓ પાછા ફરી આવ્યા છે. તેઓને હવે મારા માલિકને મળવું છે – માલિકણને નહીં, એમ તેઓ જણાવે છે.”
તરત જ ગ્રીબાની મક્કમતા હવામાં ઊડી ગઈ; અને તે પાછી ઢીલી પડીને કરગરી ઊઠી, “એ લોકો પાસે ન જતા તેમની કશી વાત ન સાંભળતા.”
તેઓ કોણ છે?” મારા ભાઈ છે. તેઓ મારે વિષે કંઈ જૂઠી વાતો કહી,