________________
૨૩૦
આત્મ-બલિદાન મળ્યા જેવું લાગશે! લગ્ન કરતાં વેંત જ આપણે છૂટા પડવાનું થયું છે, તે મારાથી ભૂલાતું નથી.”
ગ્રીબાએ તરત પાસે આવી કશો જવાબ આપ્યા વિના પોતાના પતિને કપાળ ઉપર પ્રેમ-ચુંબન કર્યું. તે વખતે તેના ગાલ ઉપર થઈને પ્રેમનાં અશ્રુ વહેવા લાગ્યાં હતાં. પછી તે ત્યાંથી કમરાની બહાર ચાલી ગઈ.
માઇકેલ સન-લૉકસે પછી કાગળિયાં ફીંદવા માંડ્યાં. ડેન્માર્કની સરકાર તરફથી કંઈ કાગળિયું આવ્યું છે કે નહિ તેની ખાતરી વારંવાર કરી લીધા પછી તે મનમાં પચાસમી વાર ગણગણ્યો કે, ડેન્માર્કવાળા આઇસલૅન્ડવાળાઓને તેમનો ભાર જાતે જ ઉપાડવા દેવા માટે છૂટા મૂકવા માગે છે કે શું?
ત્યાર પછી તેણે ટાપુમાંથી આવેલી અરજીઓ, ફરિયાદો, વિનંતીઓ, માગણીઓ અને ધમકીઓના કાગળો એક પછી એક વાંચવા માંડ્યા; અને મનમાં યોગ્ય નોંધ લેવા માંડી. એટલામાં ગ્રીબાએ માઇકેલનું પોતાનું પ્રિય ગીત ગાવા માંડ્યું તેના મીઠા ભાવભર્યા સૂર તે કમરામાં ગુંજવા લાગ્યા - “મને તારી આંખોના પ્યાલા વડે જ શાશ્વતનપ્રેમના
કસમ આપજે; હું પણ મારી આંખેથી જ તેમ કરીશ. એ પ્યાલામાં માત્ર તારું શુંબન પૂરજે –
એટલે હું એમાં મધની અપેક્ષા નહિ રાખું. આત્મામાંથી ઊઠતી તરસ –
એ દિવ્ય પીણા સિવાય બીજા કશાથી નહીં
છીપે !”
માઇકલ સન-લૉક્સ ગણગણી ઊઠ્યો, “ગ્રીબાને આવા ઊભરાતા પ્રેમને પાત્ર હું છું ખરો?” પણ તે જ ઘડીએ કંઈક અનિષ્ટની