________________
૨૨૮
આત્મ-અલિદાન રેકજાવિક લેવરાવ્યું. તેનો વિચાર શિંગ્વલિરને રસ્તે જમીન માર્ગે જ એક રાહત-ટુકડી લઈને સામા જવાનો હતો.
કી-પૉઇંટ આગળ તે ટપાલ લેવા થોડે દૂર થોભ્યા, તે દરમ્યાન તેમને એટલા સમાચાર મળ્યા કે રાજધાનીમાં પ્રેસિડન્ટનો જાન લેવાનો પ્રયત્ન કરવા બદલ જેસન ઉપર કામ ચલાવવામાં આવ્યું છે અને તેને સજા ફરમાવવામાં આવી છે. માઇકલ સન-લૉક્સને આ સમાચારથી બહુ નવાઈ લાગી અને દુ:ખ પણ થયું, એટલે તેણે જહાજને બને તેટલી ઉતાવળે રાજધાની તરફ લેવરાવ્યું. હવે તો વહાલી ગ્રીબાને મળવાની ઉતાવળ ઉપરાંત જૈસનને માફી બક્ષી તેને જેલમાંથી છોડાવવાની ઇંતેજારી પણ તેમાં ઉમેરાઈ હતી.
રાજધાનીએ જઈ તે પોતાની નવોઢા પત્ની રીબાને ઝટપટ મળ્યો. તેને તેના પિતા સહીરાલામત છે એવા સમાચાર આપ્યા, તથા હવે જમીનમાર્ગે જે ટુકડી બીજે દિવસે પોતે સામે લઈને જવા માગે છે, તેમાં સાથે તેણે પણ આવવાનું છે એમ જણાવ્યું. એ સાંભળી ગ્રીબા હરખથી ઘેલી ઘેલી થઈ ગઈ.
માઈલને તે પહેલાં ઘણાં ઘણાં રાજકાજ પતાવવાનાં હોઈ, તે ઉતાવળે બહાર જતો હતો, તેવામાં ગ્રીબાએ તેને રોકીને કહ્યું, “માઇકેલ, તમે દૂર ગયા હતા તે દરમ્યાન અમારા ઉપર અહીં શું શું વીત્યું, તેની તમને કલ્પના પણ નહીં આવે.” - “મને બધી ખબર પડી છે, વહાલી; તારે કહી બતાવવાની જરૂર નથી. પણ તું હવે ઝટપટ તારા કમરામાં ચાલી જા.” એમ કહી માઈકેલ સન-લૉકસે ટેબલ આગળ લટકાવેલો દાંટ વગાડયો.
તરત તેને નોકર ઓસ્કર ત્યાં આવી પહોંચ્યો. સન-લૉકસે તેને કહ્યું, “ઉતાવળે જેલખાનામાં જા અને જેલરને કહે કે પેલા સજા કરાયેલા કેદીને મારા હુકમ વગર ગંધકની ખાણો તરફ મોકલી દે નહીં.”
૧. માઈકેલ સન-લૉકસને પિતાને. કારણકે, તે જ પ્રેસિડન્ટ હતો.