________________
માફી
૨૨૯ “કયા કેદીની વાત કરો છો, નામદાર?” એકરે પૂછ્યું. “જૈસન નામના કેદીની.”
તેને તો ગંધકની ખાણો તરફ ક્યારનો રવાના કરી દીધો.” “ક્યારે રવાના કરી દીધે?” “ગઈ કાલે વહેલી સવારે.”
માઇકેલ સન-લૉકસે તરત એક ચિઠ્ઠી ઉપર ઉતાવળે કંઈ લખી નાખ્યું અને ઓસ્કરને એ ચિઠ્ઠી આપતાં કહ્યું, “આ ચિઠ્ઠી લઈને તું દોડતો સ્પીકર ન્યાયાધીશ પાસે જા અને તેમને કહે કે, તે અહીં આવશે ત્યાં સુધી હું અહીં જ તેમની રાહ જોઈશ.” - આ બધું ચાલતું હતું તે દરમ્યાન ગ્રીબા મોં ઉપર મૂંઝવણના ભાવ સાથે બારણા આગળ જ ઊભી રહી હતી. એસ્કર ચિઠ્ઠી લઈને ચાલ્યો ગયો એટલે તેણે હવે પોતાના પતિની પાસે આવીને ગંભીરતાથી કહ્યું, “માઇકલ, તમે એ માણસનું શું કરવા માગો છો?”
પણ માઇકેલ સન-લૉકસે તે પ્રશ્નનો જવાબ આપવાને બદલે એટલું જ કહ્યું, “જો, વહાલી, તારે આ બધાની ચિંતા કરવાની ના હોય. એ મારે લગતી બાબત છે અને હું એ વાત મને ઠીક લાગશે તેમ પતાવવાનો છું.”
પણ તેણે આપણી જિંદગી લેવાની ધમકી આપી છે, એ કંઈ તમારા એકલાને લગતી બાબત નથી!”
જો, જો, વહાલી, મેં શું કહ્યું? અત્યાર સુધી તું નાહક એ ચિંતામાં હેરાન થઈ છે; હવે તું તારા કમરામાં ચાલી જા, એટલે
બસ,”
શ્રીબા તેની આજ્ઞાનું પાલન કરવા બહાર જવા લાગી.
તરત જ માઇકેલ સન-લૉકસ બોલી ઊઠ્યો, “પણ તારા કમરામાં જઈને ચૂપ બેસી ન રહેતી. તું કંઈક ગાયા કરજે, એટલે હું આ કમરામાં મારું સરકારી કામ પતાવતો હોઈશ પણ મને તારી સોબત