________________
૨૩૨
આત્મબલિદાન “શું પૂછવા માગો છો?” જજે કહ્યું.
હું તેને માફી આપી શકું ખરો?”
એક ક્ષણ તે સ્પીકર જરા ડઘાઈ ગયો; પણ પછી સ્વસ્થ થઈને બોલ્યો, “હા, પ્રેસિડન્ટને માફી બક્ષવાની કુલ સત્તા છે.”
તે સ્પીકર તમે મારી સહી માટે જોઈતા કાગળો તૈયાર કરાવી
આપશે?”
જરૂર; પણ પહેલાં તમને કંઈક કહેવા બદલ મને ક્ષમા આપશો?”
“તમારે જે કહેવું હોય તે બેધડક કહો.”
“કદાચ તમે એ કેસ ચાલતી વખતે જે જુબાનીઓ પડી છે તે કેવી જાતની હતી, તે નહિ જાણતા હો.”
“મને લાગે છે કે, હું જાણું છું.”
એ માણસ તમારો ઓરમાન ભાઈ હોવાનો દાવો કરે છે.” “એ મારો ભાઈ છે .” તમે એનું સ્થાન પચાવી પાડયું છે, એવું તે માને છે.”
ખરી વાત છે; તેના દાદા જર્મન જૉર્ગન્સન તેને જ શોધતા હતા; પણ પછી તેને મરી ગયેલો જાણી, મને તેમણે અપનાવ્યો
હતો. ”
તેને તમારી ઉપર વેર લેવું છે, અને તે અર્થે તમારું ખૂન કરવાની તેણે પ્રતિજ્ઞા લીધી છે.”
તેનો મારા પ્રત્યેનો વેરભાવ કુદરતી છે; અને તેની પ્રતિજ્ઞાથી હું ડરતે નથી.”
સ્પીકર થોડી વાર થોભ્યો અને પછી પોતાની આંખો રૂમાલ વડે લૂછીને બોલ્યો, “તમારું દિલ ખરેખર મહાન છે – ઉદાર છે – હું તરત જ જઈને માફી બક્ષવા માટેના કાગળો તૈયાર કરાવું છું.”