________________
૨૩૪
આત્મ-બલિદાન ના, ના, ના, આ બાબત અંગે કશું પણ નહિ” મારે એક વાત કહી દેવી છે; તમે એક મિનિટ મને આપો.”
“એક સેકંડનો અધે ભાગેય નહિ ! આ સિવાય બીજી કંઈ જે વાત કહેવી હોય તો બમણી મિનિટો તને એ માટે આપું છું, અને એવી ખાતરી પણ કે તારા માગતા પહેલાં તે તને મળી ગઈ, એમ જાણી રાખજે.”
પણ મને આ કિસ્સાની બાબતમાં કેમ કશું જ બોલવા દેતા નથી?”
કારણકે, મેં એ બિચારાને નજરે પણ જોયો નથી; છતાં તું કદી પણ તેને અંગે કશું જાણી શકે, તે કરતાં હું ઘણું વધારે જાણું છું. અને તારું પ્રેમળ હૃદય ભલે પોતાપૂરતું સિંહ જેવું બહાદુર હશે, પણ મારા ઉપરના જોખમની વાત વિચારતી વેળા તે હરણથી પણ વધુ ડરપોક બની જાય, એ સ્વાભાવિક છે. તને મારા ઉપરનું જોખમ હોય તે કરતાં ઘણું વધારે મોટું જ લાગે. માટે તું અહીંથી ચાલી જ જા – એમ હવે તે હું હુકમ કરીને કહું છું!”
ગ્રીબા હજુ વધુ આનાકાની કરત, પણ હજૂરિયણે આવીને ખબર આપી કે, ભોજન તૈયાર થયું છે, માટે જમવા પધારો.
ભેજન પૂરું થયા બાદ માઇકેલ સન-લૉકસે ગ્રીબાને કંઈક ગાઈ સંભળાવવા ખૂબ આગ્રહ કર્યો. તે મુજબ ગ્રીબા ગાતી હતી, તેવામાં હજૂરિયણે આવીને પાછી ખબર આપી કે, સ્પીકર આવ્યા છે.
સ્પીકરે અંદર આવીને કાગળ આગળ ધરતાં કહ્યું કે, “સારી વસ્તુ ભલે સમયસર ન થાય, તો પણ જ્યારે કરીએ ત્યારે સારી જ કહેવાય. આ માફીપત્ર છે, તેના ઉપર સહી કરી દો.”
ગ્રીબા તરત જ બોલી ઊઠી, “માઇકેલ, હું આજીજી કરીને કહ્યું છું કે, એ કાગળ ઉપર સહી ન કરશો. મેં કદી પહેલાં તમારી પાસે