________________
૨૩૬
આત્મ-બલિદાન ફરી પાછી ચુપકીદી છવાઈ ગઈ. સ્પીકરે એ દૂર કરવાના ઇરાદાથી ગ્રીબાને સંબોધીને કહ્યું, “તમારા પતિ બહુ બહાદુર માણસ છે; એ ભયનું નામ પણ જાણતા નથી.”
માઇકેલ સન-લૉકસ હવે માફીપત્ર જજ પાસે રહેવા દઈ, તેમની ક્ષમા માગી, ઝીબાને જુદા કમરામાં બોલાવી ગયો.
ગ્રીબા. વહાલી, તું મારી આટલી ફિકર કરે છે, એ જાણી મને આનંદ જ થાય છે; પણ એક વાત તું નથી જાણતી, તે હવે મારે તને કહેવી જોઈએ. કદાચ મેં તારી ઉપરના પટામાં તેનો ઉલ્લેખ કર્યો હતો, પણ પૂરતો ખુલાસે કરવાની હજુ એક પણ તક મને મળી નથી. તેં સાંબળ્યું છે ખરું કે આ જૅસન મારો ભાઈ થાય છે?”
“હા.”
અને તું એ પણ જાણે છે કે, હું અહીં આઇસલૅન્ડમાં પહેલવહેલો આવ્યો, તે લૅટિન સ્કૂલમાં જોડાવા નહીં, પણ મને એક સંપેતરું સોંપવામાં આવ્યું હતું તે માટે આવ્યો હતો : મારે પહેલપ્રથમ જૈસનની માને શોધી કાઢવાની હતી, અને પછી જૈસનને પિતાને.”
જેસનને ?”
“હા, મારા બાપુએ જ મને મોકલ્યો હતો; મારા બાપુને છેવટના પસ્તાવો થયો હતો કે, તેમના વાંકે એ બે જણને ઘણું ઘણું સહન કરવું પડ્યું છે. મારે તેમને મદદ પહોંચાડવાની હતી અને દુ:ખમુકત કરવાનાં હતાં. પણ પછી શું થયું તે તો તું જાણે છે. મા તો હું આવ્યો ત્યારે કબરમાં પોઢી ગઈ હતી. એનો છોકરો મને જડયો નહિ; અને તે પણ મરી ગયો છે એવી અફવાને મેં સાચી માની લીધી. પછી તો મેં એની તપાસ પડતી મૂકી, અને મારા બાપુને આપેલા વચનને ભૂલી, હું મારા પોતાના કામકાજમાં જ પડી ગયો. જોકે, મારા અંતરમાં હું માનતો જ હતો કે, જેસન મરી ગયો નથી, અને કોઈક ને કોઈક દિવસ હું તેને ભેગો થવાનો જ છું. મારા બાપુ