________________
સ્ટિકનને આત
૧૧૯ જેસનનો ગુસ્સે અને કડવાશ તરત પવનના ઝપાટાની પેઠે ઊડી ગયાં. “આ માણસ પસ્તાવો કરે છે, પોતે કરેલા પાપની ક્ષમા માગે છે. તો હું અત્યાર સુધી જે માનતો હતો કે, મારી મા પ્રત્યે આ માણસે આચરેલા મહા-અપરાધને બદલો લેવા ભગવાને તેને મારા હાથમાં સોંપ્યો છે, તે શું ખોટું હતું? મારા પોતાના અંતરની દ્રષ અને વેરની ભાવનાથી પ્રેરાઈને જ હું આ કામ કરવા દોડી આવ્યો છું?”
સ્ટિફનનો અંત નજીક આવી રહ્યો હતો. તેનો સનેપાત હવે ધીમે ધીમે દૂર થઈ ગયો. તે હવે એક બાળક જેવો શાંત બની ગયો, અને તેણે ધીમેથી આંખ ઉઘાડી. પોતે લવરીએ ચડી ગયો હતો તેનું ભાન તેને આવ્યું હોય તેમ જેસન સામું જોઈ તેણે કંઈક છોભીલા બનીને કહ્યું, “મેં જાણે તેને જોઈ – મારી ભલી જુવાન પત્નીને સ્તો. કેટલાંય વર્ષોથી મેં તેને ગુમાવી હતી, તથા તેને ભારે અપરાધ કર્યો હતો.”
જેસનનું ગળું ભરાઈ આવ્યું. તે થોથવાતે અવાજે બોલ્યો, “શાંત સૂઈ રહે અને આરામ કરો.”
પણ સ્ટિફન ઓરી જાણે સ્વાભાવિક રીતે બોલતો હોય તેમ બેલ્યો, “હું કેવો મૂરખ છું? તું એ કશું ક્યાં જાણે છે? – મારી જવાન પત્ની, મેં તેને કેવી રિબાવી હતી, એ બધું તને કહેવાનો શો અર્થ?”
જેસને ફરીથી કહ્યું, “શાંત સુઈ રહો; જરા આરામ કરો.”
“પણ તેની સાથે બીજું કઈક પણ હતું – તેને દીકરો જ વળી. પણ તેનો કેમ? મારે પણ! મેં તેને તજી દીધી ત્યારે તેને બાળક જન્મવાનું હતું. પણ તેની સાથે જે છોકરો હતો તેનું મોં તારા જેવું જ દેખાતું હતું. મેં ફરી બારીકાઈથી નજર કરીને જોયું તોપણ મને દરિયામાંથી બચાવી લાવનાર જુવાનડાનું મોં જ મને દેખાયું. મને બરાબર યાદ છે કે, રાશેલ સાથે તું જ ઊભો હતો – તે ઘડીએ મેં એમ જ માનું હતું કે તું જ મારો દીકરો છે.”