________________
૧૮૫
વેરની આગ ! જહાજના કપ્તાને જ્યારે જાણ્યું કે જે સન આઇસલૅન્ડને વતની છે અને ચાર વર્ષ અગાઉ ત્યાંથી નીકળી ગયેલે છે, ત્યારે તેણે તેને જણાવ્યું કે, “તને ભાઈ, આ દરમ્યાન આઇસલૅન્ડમાં ઘણું બધું બદલાઈ ગયેલું જોવા મળશે.”
વેસ્ટમેન-ટાપુઓ હમણાં જ નજરે પડ્યા હતા, તેવામાં “હોમ'ટાપુમાંથી એક ખુલ્લી હોડી જહાજ પાસે ટપાલ લેવા માટે ઊછળતાં મેજા વચ્ચે આવી પહોંચી. પોસ્ટમૅનને જહાજના કમાને પૂછ્યું, “કેમ, પૅટ્રિકસન, તમારા પુરાણા દેશના શા સમાચાર છે?” દરમ્યાન કમાને બે છાપાં તેને આપ્યાં અને તેની પાસેથી ટપાલને એક કાગળ લઈ લીધો.
કેમ. તમે સાંભળ્યું નથી ?” ટપાલી પેટ્રિકસને પૂછયું. શું ભાઈ?”
પેલા જવાન મૅક્સને તેઓએ ગાદીએ બેસાડયો છે! જેના બાપને હું બરાબર ઓળખતો હતો !”
પૅટ્રિકસન-ટપાલી છાપાં લઈ, અને કાગળ આપી પાછા ફરી ગયો. કપ્તાન સાથે તેને થયેલી વાતચીત જૈસને બરાબર સાંભળી હતી. તે હવે કમાનને વિશેષ પૂછપરછ કરવા જતો હતો, તેવામાં તેને વિચાર આવ્યો, “ના, ના, આ તો હાથે કરીને પુરાવાર ઊભા કરતા જવા જેવું થાય ” એટલે તે ચૂપ રહ્યો.
દિવસ ઢળતો થયો ત્યારે આઇસલૅન્ડને દક્ષિણ-પૂર્વ કિનારો તેમની નજરે પડયો. બધું ખડકાળ, જવાળામુખી પર્વતએ ઓકેલા
૧. મૈન-ટાપુનો વતની. અહીં માઇકેલ સન-લૉક્સ અભિપ્રેત છે, એ ઉઘાડું છે. - સપાટ
૨. સ્ટિફને મારી નાખેલા પોતાના ભાઈનું વેર લેવા તેણે સ્ટિફન ઓરીને બદલે તેની બીજી પત્ની લિઝા કિલી (માઇકેલ સન-લૉકસની મા)ને મારી નાખી હતી. - સપાટ
૩. માઈકેલ સન-લૉસને મારી નાખે તેના.