________________
૧૦
ફેબ્રધર-ભાઈ આ
બ્રધર-ભાઈઓએ નક્કી કર્યું કે, તે ગ્રીબાનો જમીનનો ભાગ વેચી નાખી, તેના પૈસા લઈને તેને આપવા આવ્યા છે, એસ
ફેબ્ર
કહી તેની પાસે પહોંચી જવું.
વહાણ ઉપર મુસાફરી કરતાં રૅાવિક નજીક આવ્યું ત્યારે જૅકબ વતી બાલનાર – બની ગયો હતો.
તે સૌનો ‘મુખિયો ’ ~ બધા
તેણે સૌ ભાઈને
કહ્યું,
જુઓ, કહેવત છે કે, હાથમાંનું એક પંખી, ઝાડ ઉપરનાં કરતાં વધારે કીમતી ગણાય, ખરું ને? અને આપણી પાસે હાથમાં એક પંખી તો છે! તો પછી આપણે ગ્રીબાના ભાગની જમીનના એ છસો પાઉંડ ગ્રીબાને આપી દઈએ, તે પહેલાં આપણા હાથમાં બમણા પાછા આવે તેની ખાતરી કરી લેવી જોઈએ. ”
"C
અને એ ઇરાદાથી રેાવિક પહોંચ્યા પછી ગ્રીબાને તેના ભાગના પૈસા આપવા તરત તેની પાસે જવાને બદલે તેણે માઇકેલ સનલૉક્સનો હોદ્દો, તેનો પગાર, તેની લાગવગ વગેરે વિષે માહિતી એકઠી કરવા માંડી. ભાષાની મુશ્કેલી હતી, છતાં તેણે પોતાને સંતોષ થાય તેટલું સાંભળી લીધું અને જોઈ લીધું. જૂનું આઇસલૅન્ડ અત્યારે ત્રણ ખરાબ સૈકાંના દુ:સ્વપ્નમાંથી જાગીને જાણે જગતની એક સ્વતંત્ર સત્તા બનવા કોશિશ કરી રહ્યું હતું. જુવાન પ્રેસિડન્ટ માઈકેલ સનલૉક્સ જ એ દેશના સ્વાતંત્ર્યને પાછું મેળવનાર અને તેનો રક્ષણહાર
૨૧૯