________________
સજા
૨૧૭ પોતાનો પતિ માઇકલ સન-લૉકસ પાછો ફરે ત્યારે તેને જેસનને માફ કરવા સમજાવી લેવાનું મુશ્કેલ નહીં રહે.
દરમ્યાન તેણે જેસનને જેલમાં ખાવા-પીવાની સારી સારી ચીજો મોકલવા માંડી. પોતાની અંગ્રેજ બાઈને તેણે એ કામમાં લીધી. તે બાઈ પોતાના પ્રેમી ઓસ્કરને (જેને ગ્રીબાના પિતાની શોધ માટે મોકલવામાં આવ્યો હતો અને જે ખાલી હાથે પાછો આવ્યો હતો) એ બધી ચીજો જેલમાં કેદીને પહોંચાડવા આપતી. ઓસ્કર બધે જ એ વાત જાહેર કરતો ફરતો કે, ગવર્નરની પોચા દિલની નવોઢા પત્ની પોતે જેને જેલમાં મોકલાવ્યો છે એવા કેદીની કોણ જાણ શાથી ઘણી બધી સંભાળ રાખે છે!
પછી એક દિવસ ગ્રીબાએ જ્યારે સાંભળ્યું કે જે સનની તબિયત કંઈક સુધરી છે, પણ હજુ તે મુસાફરી કરી શકે તેવો થયો નથી, તથા બહારના રસ્તા પણ હજુ ખુલ્લા થયા નથી, ત્યારે ગ્રીબા લાગ જોઈ જેલમાં જઈ પહોંચી.
જેસન ફીકો પડી ગયો હતો, તે ગ્રીબાને જોઈ જરાય હાલ્યો
નહિ.
" ગ્રીબા બોલી ઊઠી, “જેસન મને માફ કરો; મેં જ તમારી આ વલે કરી છે; પણ મારા પતિની જિંદગી જોખમમાં હતી એટલે મારાથી બીજું શું થાય?”
જેસને કશો જવાબ ન આપ્યો.
ગ્રીબા આગળ બોલી, “મેં તમને નુકસાન જ પહોંચાડયા કર્યું છે; પણ તમે તો એક શબ્દ બોલીને મને બરબાદ કરી શકતા હતા, છતાં ચૂપ રહ્યા છો. હું હજુ તમને બચાવી લઈ શકું તેમ છું; તમે માત્ર મને એવું વચન આપે કે, મારા પતિ પ્રત્યે તમે કશો વેરભાવ નહીં રાખે. એટલે મારા પતિ પાછા આવશે ત્યારે હું તમને માફી અપાવીશ – સાચું કહું છું, તે ખરેખર માફી આપશે – ”