________________
૨૦૯
આત્મલિદાન
દિવસ દરમ્યાન જેને જેને પ્રેસિડન્ટની અવરજવર વિષે પૂછપરછ કરી હતી, તે બધાએ આવીને જુબાની આપી.
પણ છતાં બુઢ્ઢા બિશપ પોતાની વાતને વળગી રહ્યા કે, “ એ બધું ખરું; પરંતુ એ માણસે ખરેખર ગુનાહિત કૃત્ય કયાં કર્યું છે?” “ભલા ભગવાન, તે શું નામદાર, આપણે તેની છરી ખરેખર લાહીથી ખરડાય ત્યાં સુધી રાહ જોવી? ''
‘ભગવાન ખમા કરે.” બિશપ જૉન બાલી ઊઠયા.
66
પછી બે સાક્ષીએ જૅસનનો હેતુ સાબિત કરવા આવ્યા. પહેલા જૅસનનો જૂના વખતનો પીઠાનો સોબતી હતા. તેણે કહ્યું કે, જૅસન નવા ગવર્નર ઉપર ખા૨ે બળતા હતા. એ બે જણા અમુક સંબંધે ભાઈ થતા હતા – એમ લાકા પણ કહે છે અને ભેંસને પણ કહ્યું હતું. તેમને બાપ એક હતા પણ મા જુદી જુદી હતી. જૅસનની મા જૂના ગવર્નર જૉર્ગનની દીકરી થતી હતી. તેણે બાપની મરજી વિરુદ્ધ લગ્ન કર્યું હાવાથી બાપે તેને તજી દીધી હતી. પણ તે મરણ પામી ત્યારે બાપે ઢીલા પડી, જૅસનને શોધવા પ્રયત્ન કર્યો હતા. પણ તે ન જડયો એટલે માઇકેલ સન-લૉસને અપનાવ્યો. નવા પ્રેસિડન્ટ (માઇકેલ સનલૉક્સ)ની બઢતી તેથી જ - ત્યારથી જ થઈ. ગમે તેમ પણ જૅસનને લાગતું હતું કે, નવા પ્રેસિડન્ટે પેાતાનું સ્થાન પડાવી લીધું છે, એટલે તે એમની ઉપર ખૂબ રોષે ભરાયા હતા અને તેણે પ્રતિજ્ઞા લીધી હતી કે, તે એના બદલા જરૂર લેશે.
બીજા સાક્ષીએ જૅસનનો હેતુ જુદા જ બતાવ્યા. તે પેલા ત્રણ ડેન લેાકોમાંનો જ એક જણ હતા, જેમણે જૅસન સાથે બે વખત વાત કરી હતી. તેણે એમ જણાવ્યું કે, પાતે આઇસલૅન્ડના રિપબ્લિકને વફાદાર હાવા છતાં તેને આ રાજ્યના દુશ્મનો સાથે ઘણું ભળવાનું થયું છે. જૅસન આ રાજ્યના દુશ્મનોમાંનો એક છે. તે કૉપનહેગનથી જાસૂસ તરીકે સીધા આવેલા છે. તેના બીજા બે મળતિયા અહીં છે,