________________
સા
૨૧૩
२
ગ્રીબા એકલી જ જૅસન વિષેની સાચી વાત જાણતી હતી. તે મૅન ટાપુમાંથી ગુપચુપ નાસી આવી હતી, ત્યારે તે એના તરફના કોઈ ડરથી નહિ પણ પોતાના ભાઈના ડરની મારી જ ભાગી આવી હતી. માઇકેલ સન-લૉક્સને મળ્યા બાદ, ભલા બિશપને ત્યાં તેનું રહેવું, પછી તેનું લગ્ન, અને તેની ઉજવણી – એ બધું એક સુખ-સ્વપ્નની જેમ પસાર થઈ ગયું હતું. પછી સન-લૉક્સ જ્યારે તેને એમ કહીને થેાડા વખત માટે છૂટા પડયો કે, તેણે તેના પિતાની શેાધમાં મેકલેલા લોકો ખોટી દિશામાં ફાંફાં મારીને પાછા આવ્યા છે, એટલે તે પોતે તેમની તપાસમાં જવા માગે છે, અને પખવાડિયામાં તે તે પાછ ફરશે, ત્યારે ગ્રીબાને રડવું આવી ગયું હતું, પણ તેના સુખનો પ્યાલો એટલો સભર ભરાયા હતા કે, તેને પ્રિય પતિનો એ કારણે થનારો ટૂંકો વિયાગ એટલો બધો દુ:સહ લાગ્યા ન હતા.
પણ એનું એ આખું સુખ-સ્વરૢ જૅસનને ત્યાં આવેલો જોઈ સદંતર લુપ્ત થઈ ગયું હતું. પ્રથમ તે પોતાના પતિના જાનનો ખતરો જોઈ તે ગાભરી થઈ ગઈ હતી; અને તેથી પોતાના પતિનો જાન બચાવવા જેસનને એક વખત આગ્રહભરી વિનંતી કરી જોયા બાદ, તે ન માન્યા એટલે વીફરીને તેણે તેને અદાલતના હાથમાં સેાંપી દીધા હતા.
પણ પછી તરત જ તેને બીજો જ ભય સતાવવા લાગ્યા
“મારા પતિ તે। હવે સહીસલામત છે – જૉસન તેમને કશું નહિ કરી શકે; પણ જૅસન જો પોતાના પતિને મારે લગતી બધી વાત કહી દે તો ?” અત્યાર સુધી તેણે, માઇકેલ સન-લૉક્સને, તેની લાંબી ચુપકીદી દરમ્યાન જ સને કેવી રીતે આફતના વખતમાં મદદ કરીને તેનું અંતર જીતી લીધું હતું, પોતે તેની સાથે લગ્ન કરવાનું સ્વીકાર્યું પણ હતું, પણ પછી સન-લૉક્સનો કાગળ મળતાં જસને ગ્રીબાને લગ્નના વચનમાંથી મુક્ત કરી હતી, એ કશી વાત કરી ન હતી. “પણ
―