________________
સજા નીચી નમેલી હતી અને તેનું માં તેના હૂડ નીચે અધું ઢંકાઈ ગયેલું હતું. તેને ખાસ વિશેષ કહેવાનું ન હતું. કેદી રાજભવનમાં જોર કરીને ઘૂસી આવ્યો હતો અને તેના મોઢામોઢ તેણે તેના પતિને જાન લેવાની ધમકી આપી હતી. તેના પતિને બહાર ગયેલો જાણી, તે એની પાછળ દોડી જવા માગતો હતો.
બિશપ જાને તરત જ પૂછ્યું, “તમારા પતિ ત્યાં હાજર ન
કતા, ખરું?”
“હાજર રહેતા જ થોડા વખત પહેલાં તે ઘોડેસવાર થઈ બહાર ચાલ્યા ગયા હતા.”
“એટલે કે તેમના ઉપર સીધો હુમલો કરવામાં નથી આવ્યો?”
“તો તો, કેદીએ તેમનું ખૂન કરવાની માત્ર ધમકી ઉચ્ચારી હતી, એટલો જ તેનો ગુનો હતો?”
હા.”
તો તો પછી આ દેશના કે કોઈ ખ્રિસ્તી દેશના કાયદા પ્રમાણે, કેવળ જાન લેવાની ધમકી મોંએ ઉચ્ચારવી, એ ગુનો થતો નથી.”
તરત જ અદાલતનો વકીલ બેલી ઊઠયો, “નામદાર, ખૂન કરવું એનો અર્થ માત્ર જાન લેવો એટલો જ થતો નથી. કારણ, ઘણી વાર કશા ઇરાદા વિના અકસ્માતથી પણ જાન લેવાઈ જાય; તેમજ બીજી બાજુ આઇસલૅન્ડના પુરાણા કાયદા પ્રમાણે પહેલાં લોહી રેડવામાં આવ્યું હોય તેના બદલા તરીકે લોહી રેડવામાં આવે, તો તે ગુને ન પણ ગણાય. ખૂન તો એ ગણાય કે, લાંબા વખતથી વેરભાવ ધારણ કરી, લાગ જોઈ હુમલો કરવામાં આવે અને મારી નાખવામાં આવે. અને હું નામદાર અદાલતને દર્શાવી આપીશ કે, આ કેદી રિપબ્લિકના પ્રેસિડન્ટનું ખૂન કરવાનો લાંબા વખતથી લાગ શોધતો હતો.” ..” - ત્યાર પછી, આઇસલૅન્ડને કિનારે ઊતર્યા બાદ, જેસને આ આઠ