________________
વેરની આગ!
૧૮૯ જેલમાંથી સુતારોના હથોડાઓનો ધડાધડ અવાજ આવતો હતો.
“તેઓ જેલમાં શાની ધડાધડ કરે છે?” તેણે ત્યાં થઈને પસાર થતા દરજીને પૂછ્યું.
“જેલમાં ફેરફાર કરી, નવા ગવર્નર માટે રહેવાનું મકાન બનાવે છે,” દરજીએ જવાબ આપ્યો.
નવો ગવર્નર બહુ કામગરો માણસ લાગે છે!” જેસન બોલી ઊઠયો.
હા, ખરી વાત છે; જોકે, તે ઘણા જવાન છે - તમારા જેટલા જ હશે, પચીસેક વર્ષના. પણ તેમણે પેલા હરામખોર ડેન – ડાકુઓને દેશમાંથી હાંકી કાઢ્યા. ત્યાર પહેલાં આ દેશમાં આપણી મહેનતમારી પણ આપણી ન હતી – બધું તે પરદેશીઓ પડાવી જતા. અને આ ગવર્નર ન્યાયી પણ કેવા છે ! – પણ હવે તે પરણવાના છે – કોઈ પરદેશી બાજુ સાથે સ્તો – અત્યારે તે બાબુ બિશપ જૉનને ત્યાં રહે છે.”
એટલી વાત કરી દરજી તેને રસ્તે ચાલતો થયો.
અચાનક એક જુવાન ઘોડેસવાર આ તરફ ઘોડાને પૂરપાટ દોડાવતે આવ્યો. જેસને પાછા વળીને તેની પાછળ જોયું તો તે બિશપના મકાનને દરવાજે થંભ્યો. તેને જે આદરસત્કાર ત્યાં તેણે થતે જોયે, તે ઉપરથી તેને લાગ્યું કે, એ “નવ ગવર્નર' જ હશે, જે પોતાની ભાવી પત્નીને મળવા કે તેની ખબર કાઢવા બિશપને ત્યાં આવ્યો હશે.
જેસનને એ ભાગ્યશાળી માણસની અદેખાઈ તો ન આવી, પણ પોતાની સ્થિતિ ઉપર તેણે નિસાસો જરૂર નાખે.
જેસન હવે શહેર તરફ પાછો ફર્યો. એક પીઠા આગળ તેને ઓળખતા તેના જુના સાથીઓ તરત તેને ઘેરી વળ્યા, અને આનંદના