________________
૧૯૬
આત્મબલિદાન જેસને હવે તેમના તરફ નજર કરીને જોયું અને કહ્યું, “સાહેબ, તમે ભૂલતા લાગે છો; હું જાસૂસ નથી, તથા ખૂની-હત્યારો પણ નથી – મને સંભળાવવા આવી વાતો કરવાની જરૂર નથી.”
એટલું કહી જેસન તેમની પાસેથી ખસીને આગળ ચાલતો થયો. પણ એ મુલાકાતથી તેને ત્રણ વાતની ખબર પડી ગઈ : એક તો પોતે એમ માન્યા કરે કે, ઈશ્વરે પાપિયાને સજા કરવા તેને હાથે બનાવીને મલ્યો છે, પરંતુ પોતે જ્યારે માઇકેલ સન-લોકસની હત્યા કરશે,
ત્યારે લોકો તો તેને ખૂની-હત્યારા સિવાય બીજું કંઈ જ વધારે નહીં માને. બીજું, પોતે જો સન-લૉકસને ખતમ કરવામાં ઉતાવળ નહીં કરે, તો બીજાં હલકાં પ્રયોજનસર તેની હત્યા કરવાની પેરવી બીજા કરી રહ્યા છે અને ત્રીજું, જો ડેન જેવા પરદેશીઓ પણ મારી હિલચાલને પામી ગયા, તો માઈકેલ સન-લોકસના અનુયાયીઓ તો જલદી પામી જશે જ.
એટલે, અત્યાર સુધી પોતાના જુસ્સામાં ને જુસ્સામાં તે ફાવે તેમ જ્યાં ત્યાં સન-લોફસ બાબત પૂછપરછ કર્યા કરતો, તથા તેની તપાસ રાખી રહ્યો હોય તેમ ટાંપીને ઊભો રહે; પરંતુ ડેન લોકો સાથેની આ મુલાકાત પછી તે સાબદો થઈ ગયો. તેણે વિચાર્યું, “મારું કામ પતી જાય પછી ભલે તે મારું જે કરવું હોય તે કરે; પણ તે પહેલાં આમ ગફલતમાં રહેવું એ મૂર્ખામી જ છે!”
બીજે દિવસે શનિવારે આખા શહેરમાં રસ્તાઓ ઉપર કોઈ ઉત્સવ-સમારંભની તૈયારીઓ થતી હોય તેવું જ સનને લાગ્યું. ઘેર પાછો આવ્યો ત્યારે દેવળના દરવાજા આગળ પણ એવી જ તૈયારીઓ થતી તેને દેખાઈ. તે સમજી ગયો કે, ગવર્નરના લગ્નની તૈયારીઓ ચાલે છે. છતાં તેણે ડોસીને પૂછયું, “આ બધી શાની તૈયારીઓ છે?”
વાહ, કાલે ગવર્નરનું લગ્ન છે, તે નથી જાણત, બેટા? અહીં દેવળમાં જ લગ્ન થવાનું છે; જોવાની બહુ મજા આવશે. તારે અંદર