________________
આત્મ-બલિદાન આ દરમ્યાન થોડો વખત થયાં વાગતું બંધ પડેલું દેવળનું ઑર્ગન-વાજું ફરી વાગવા માંડ્યું. તેના મીઠા સરદોની શામક અસર જેસન ઉપર થવા લાગી; પણ તેને વિચાર આવ્યો, “મારે તો ઈશ્વરના હાથા બની સન-લૉકુસને મારી નાખવાનું છે – મારે ઢીલા પડી ગયે ન ચાલે.”
ઑર્ગનના મીઠા મધુર સૂરો હવે ચોતરફ વાતાવરણમાં રેલાઈ રહ્યા હતા. એના ભાવમાં તરબોળ બની જેસન લગભગ રડવા જ લાગ્યો. તે મહાપરાણે આંસુ રોકીને બોલ્યો, “ભલાદમી, તું સાચી વાત કર – તું જ એનું ખૂન કરવા માગે છે. ઈશ્વરે કરેલી સજાનો તું હાથ છે, એ વાત ખોટી છે. હું તો પ્રેમની અદેખાઈ તથા પ્રેમમાં મળેલી નિષ્ફળતાને કારણે તેને મારી નાખવા માગે છે.”
જે સનનું માથું ભમવા લાગ્યું. તે કશા ખ્યાલ વગર આગળ ધપવા લાગ્યો. છેવટે એક કબર ઉપર ખોડેલ લોખંડનો નાનો કુસ વચ્ચે આવ્યો ત્યારે જ તે થોભ્યો. તરત તે એ કબર ઓળખી ગયો – “મારી માની જ કબર છે.” પણ પછી તે થોડો વિચાર કરીને બોલ્યો, “ના, ના, મારી માની કબર તો આની પાસે છે – ”
અચાનક લોકોમાં ધમાલ મચી રહી; તેઓ બોલવા લાગ્યા – “તેઓ બહાર આવે છે, બહાર આવે છે!”
“ભગવાન તેમના ઉપર આશીર્વાદ વરસાવે,” એક જણ લ્યો. “ભગવાન તેમને સહીસલામત રાખે.” બીજું કોઈ બેશું.
જસનના કાન ઉપર એ એકેએક આશીર્વાદ શાપની પેઠે વાગવા લાગ્યો. તેણે નક્કી કર્યું, “ભલે ખૂન કર્યું કહેવાય – હત્યા કરી કહેવાય – પણ હું બેને ખતમ કરીશ જ.”
પણ એટલામાં ત્યાં થઈને પસાર થતી ગ્રીબા ઉપર તેની નજર પડી – સુખનાં આંસુથી નમ્ર બનેલી – મધુર – મીઠી ઝીબા
ગ્રીબાને જોતાં જ જેસનના પગ ભાગી પડવા લાગ્યા. તેને તમ્મર ચડી આવી. તેણે આંખ ઉપર સીધું પડતું અજવાળું ટાળવા